________________
૭. જડ અને ચેતન
[૫૩ તેવાને ભવાંતરની દષ્ટિ થઈ, તેમ કહી શકાય નહીં. વ્યવહારમાં રહીને નિશ્ચયમાં જાય. “ધમ એટલે નિશ્ચય, અને વ્યવહાર એટલે દુનિયા,એમ ગણી લે છે; તેમ નહીં. જે કંઈપણ બાહ્ય આચારની કિયાની ધાર્મિક પ્રવૃત્તિ તે વ્યવહાર અને તેમાં આત્માની
જે પરિણતિ તે નિશ્ચય. વ્યવહારમાં રહી નિશ્ચયમાં વધે, તેવી જ રીતે વ્યવહારમાં રહેવા ખાતર, વ્યવહાર સમજવા ખાતર, લાંબા કાળની વિચારણુવાળાને સંજ્ઞી કહ્યા, પણ તત્ત્વની દષ્ટિએ અમે તેને સંજ્ઞી ગણતા નથી. ભલે લાંબા કાળની વિચારણાવાળે હેય, આ ભવને અંગે કંચનાદિ માટે, સમૃદ્ધિ કુટુમ્બકબિલા માટે ભલે લાંબા વિચાર કરનારા હોય, તેને વિચારશીલ માનતા નથી.
શાસનની પ્રવૃત્તિ-શરૂઆત કરવાની વખતે સર્વજન સમક્ષ જાહેર કરે છે, કે-અમે કુટુમ્બાદિકના વિચાર કરનારાને સાચા સંજ્ઞી કહેતા નથી, પણ વસ્તુતઃ અમે તેને જ વિચારશીલ કહીએ છીએ કે-જે ક્ષયે પશમ સમ્યકત્વ ધારણ કરનારો હોય. “હું કેઈક ભવમાં હતે, ને ત્યાંથી આવ્યો છું. અને આ ભવથી બીજે ભવ જવાને છું.” આટલા વિચારવાળો હેય તે દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાએ સંજ્ઞી. એ જ શાસ્ત્રદષ્ટિએ સંજ્ઞી.
વ્યવહાર માત્રથી સામાન્ય વિચારવાળી સંજ્ઞી ખરા, પણ શાસ્ત્રદષ્ટિએ સંજ્ઞી કેશુ?
જે ક્ષયે પરમ સમ્યકત્વ ધારણ કરનાર હોય તે. “ગયા ભવમાંથી અહીં આવેલું છું, આ ભવમાંથી બીજા ભવમાં જનારે છું – આ વસ્તુ જેને રમી રહી હોય તેને જ શાસ્ત્રકારે વિચારશીલ માને છે. અહીંથી આગળ ચાર ગતિમાંથી ગમે ત્યાં જવાનો છું. આવા વિચારવાળા હોય તેને જ અમે. સશી-વિચારશીલ માનીએ છીએ. આ વિચાર ન આવે તેને અમે વિચારશીલ માનતા નથી. આ વાત દરેક ગણધર મહારાજા તીર્થની પ્રવૃત્તિ વખતે પ્રથમ જાહેર કરે છે. આ ઉપરથી એ નક્કી થયું કે આપણે ભટકતી પ્રજા છીએ.
લુહારીયા કરતાં પણ આપણી જાતની નપાવટતા. લુહારીયાની જાત એક ગામથી બીજે ગામ ફર્યા જ કરે. તેને