________________
છે દેશના કાર્યમાં વિન અને સમ્યક્ત્વ છે.
SOB318350898DD8%B3B3 DEBARBOX
કાર્ય કરનારે ત્રણ વસ્તુને નિશ્ચય કર જોઈએ. કાલિકાલસર્વજ્ઞ આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ, ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે જગતમાં જેને પણ કાર્ય કરવાની ઈચ્છા થાય, તે દરેક મનુષ્ય કે જીવને ત્રણ વસ્તુ પ્રથમ નકકી કરવી પડે છે. તે સિવાય કાર્યની સિદ્ધિ પામી શકાતી નથી. કયી ત્રણ વસ્તુ ? તે માટે સૂચવી ગયા કે–દરેક મનુષ્ય પોતે આરંભેલું કાર્ય ઉત્તમ છે કે નહિ ? તે નિશ્ચય કરે. કાર્યને નિશ્ચય કર્યા વગર કાર્યનાં સાધને મેળવવા માટે મહેનત થાય તે દેખાવમાં સારી દેખાય, પણ પરિણામે ધપે ખાનાર થાય.
બાઈએ ઘાઘરે સીવવા આપ્યો. દરજીએ બખીએ દીધે. કપડું છે, સંચેથી બખી દીધો, પણ ધપે ખાધે. કેમ? ગમે તે છેડા સાથે બખી દીધે! જેથી ઘાઘરે તૈયાર ન થયે. સોય-દોરે, મહેનત વગેરે બરાબર છે, પણ કાર્ય ન થયું. સય-દેર–સંગે વગેરેમાં ખામી નથી, છતાં ઉલટી ઉકેલવાની મહેનત વધી. છેડે મેળવવામાં ભૂલ્યો, ત્યાં શું થાય ?
કાર્ય માટે પ્રયત્ન કરે, કાર્ય માટે કુટુમ્બ, પૈસા વગેરેને ભેગ આપે. માત્ર કાર્યની સુંદરતાને વિચાર ન કર્યો હોય તો પરિણામ શું આવે? માત્ર કાર્ય ધારીને કરેલી પ્રવૃત્તિ મનની મહેનતવાળી તે હોય, તનની મહેનતવાળી હોય, ધનના વ્યયવાળી હોય પણ તે નકામી, કારણ કે-કાર્યનું સુંદરપણું કઈ રીતે છે, તે નિશ્ચિત કર્યું ન હતું, માટે કાર્ય કરનારો પહેલાં પિતાના કાર્યને અંગે નિશ્ચય કરે કે-આ કાર્ય સુંદર છે? અને કાર્યની સુંદરતાને નિશ્ચય થાય ત્યારે એણે એ ખ્યાલ રાખવો કે–ચાંસિ વદુ વિદનાન – સુંદરમાં સડો ઘાલનાર ડગલે ને પગલે મળે.