________________
છે દેશના
અપેક્ષાવાદ અને આત્મા
[સં. ૨૦૦૦ના ફા. વ. દ્વિતીય પ્રતિપદા શનિવાર સગરામપુરા-સુરત] | [આજે ક્ષત્રિય-વણકર વર્ગના અગ્રેસર ગાંડાભાઈ કડીવાળાએ આ. પૂ. બહુશ્રુત મહાપુરુષને પિતાના આંગણે ભારે આડંબરથી પધરાવ્યા હતા. પોતાની કામે જાહેર–મોટા રસ્તાઓને વિવિધ ધજાપતાકાઓ આદિથી અતિ રમણીય બનાવ્યા હતા. અતિશય ભપકાદાર, રેનકદાર, ભાતભાતનાં કાપડ–કિનારી જરીકામ વગેરે કિંમતી વસ્તુઓની કમાને અને તેરણોથી શોભા કરી સગરામપુરાનાં રસ્તા, મકાને, શેરીઓ અદ્ભુત શણગાર્યા! જે શોભાની અપૂર્વતાને નજરે જોનાર જ અનુભવ કરી શકે, રસ્તામાં પૂ, આગદ્ધારક મહર્ષિના ઉપદેશથી જૈનધમ બનેલ તે કેમે ચેકખા-સારા–સાચા ઉત્તમ પ્રકારના કિંમતી મતીના જ સાથિયા કરી ઉપર ગીનીઓ મૂકી, ગહુંલીઓ કરી કૃતાર્થતા અનુભવી હતી ! કેટલીક જગ્યાએ પાવલી-રૂપીઆ-બે આના-આના અને પૈસા આદિના સ્વસ્તિક રચવામાં આવ્યા હતા, જે જેનાર આશ્ચર્યચકિત બન્યા હતા! લેકેની ઠઠ અજબ હતી. ભારે આડંબરી સામૈયું શહેરમાં ત્રણ માઈલના ચક્રાવામાં ફરીને સગરામપુરે ઉતર્યા બાદ પૂ. બહુશ્રુત મહાપુરુષે આ દેશના પ્રારંભ કરેલ.]
आत्मवत् सर्वभूतेषु, सुखदुःखे प्रियाप्रिये । चिन्तयन्नात्मऽनिष्टाम् , हिंसामन्यस्य नाचरेत् ॥
વિવેકીઓને પ્રાપ્ત કરવા લાયક શાસ્ત્રકાર કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રીમાન હેમચંદ્રસૂરિજી મહારાજ ભવ્યના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે આ જીવને અનાદિકાળથી સુંદર પદાર્થો ગમે છે જે કે “સુખ ગમે છે,” એમ સામાન્ય રીતે કહેવાય છે, અને તેનું કારણ, સહુને દુખને