________________
૨૨]
દેશના મહિમા દર્શન ખ્યાલ ન આવે તેમ) અજ્ઞાની જીવને મનુષ્યપણું કેવી રીતે મળ્યું તેને ખ્યાલ ન આવે.” પહેલવહેલી તારી કઈ દશા હતી ? અનંતા ગોઠીયા એકઠા કરતું હતું, એ બધાની સાથે મળીને રહેવાનું. એ બધાનું બળ મેળવી (નિગોદનું) એક શરીર મેળવવા તેઓ સાથે મહેનત કરતું હતું, ત્યારે ન દેખાય તેવું આગળના અસંખ્યાતમાં ભાગ. જેટલું શરીર કરી શકતું હતું.
ઉન્નતિ પહેલાંની આ સ્થિતિ હતી. સાથે અનંતા પ્રયત્ન કરે. ત્યારે દેખાય નહિ તેવું શરીરમાત્ર બનાવી શકાતું.
જગતમાં બધે મકાન મિલકતમાં ભાગીદારી હોય પણ દુનિયામાં ખોરાકખાતામાં ભાગીદારી ન હોય. શરીરમાં, શ્વાસમાં, આહારમાં ભાગીદારી ન હોય, છતાંય તે ભાગીદારીમાં રહેવું પડયું હતું. અનંતા છે એકઠા ન મળે ત્યાં સુધી આહાર, શરીર, શ્વાસ નહિ. પહેલાની દરેક જીવના આ દશા હતી ! તેમાંથી ભવિતવ્યતાના ગે કર્મ વધારે ન બંધાયાં. પહેલાંનાં તૂટ્યાં એટલે કંઈક આગળ વધે. વચ્ચે આહાર શરીર, શ્વાસ, અનંતા કર્યા, પરંતુ માત્ર ફરક કેટલો ? કે દેખાય તેવું હવે શરીર મળ્યું. એમાંથી જ્યારે ઉત્ક્રાંતિ થઈ ત્યારે એક જ જીવે એક જ શરીર મેળવ્યું, તે પણ ન દેખાય તેવું ! તેમાંથી આગળ વધે ત્યારે દેખાય તેવું શરીર મળ્યું. ત્યાં જ્ઞાન માનીએ તે સ્પર્શી જાણી શકે તેટલું જ જ્ઞાન, રસ જાણવાની તાકાત નથી, ઝાડને કડવું કે મીઠું પાણી સીંચે તે પણ પી લેશે. પરિણામ ગમે તે આવે. તેને રસને વિષય જ નથી. રસને વિષય હોય તે જ ખરાબ રસ છોડે ને સારો લે.
ક્ષપશમ કંઈક વળે ત્યારે તે જીવ રસ જાણવાની તાકાતવાળ થયો. તેમાં સંખ્યાતા સાગરેપ સુધી ભટકે અર્થાત્ દરિયામાં પાણી ઉપર અથડાતી ચીજ કઈવખત આમ, કેઈ વખત તેમ ફરે, તેમ આ જીવ પણ રસ જાણવાની તાકાતવાળો થયે, છતાં અથડાતે રહ્યો. આમ રખડતાં અનંતી પુજાઈ વધી ત્યારે ગંધ જાણવાની તાકાત મળી. તેથી અનંતી પુન્યાઈ મળી. એમ કરતાં અનંતી પુન્યાઈ વધી, ત્યારે રૂપ જાણવાની તાકાત મળી. પછી અનંતી પુજાઈ વધી ત્યારે શબ્દ