________________
૧૬]
દેશના મહિમા દર્શન વૈદ્ય તેને રોગ કાઢવા માટે દવા આપે છે. માબાપ તેને રોગ કાઢવા દવા પાય છે, છતાં એમ કેમ ? તેને - દરદના ભયંકરપણાનું ભાન નથી. દરદીને દરદના ભયંકરપણાનું ભાન ન હોય ત્યાં લગી દરદનું દુઃખ સહેવાને તૈયાર, પણ ચરી પાળવાને તૈયાર ન થાય.
કર્યું દરદ આ જીવને છે? તે કહેવું છે. તે ખ્યાલમાં ન આવે ત્યાં સુધી ધર્મરૂપી દવા, અને ગુરૂપી દાક્તરનું સ્થાન ન સમજાય. કુપચ્યા ખાતાં રોકનાર વૈરી લાગે છે. શાથી? દરદની ભયંકરતા તેને ખ્યાલમાં નથી આવી તેથી. તેથી ભવરેગ કે દરદની ભયંકરતા સમજ્યા વગર ધર્મોપદેશ આપે તે તે વૈરી થાય. બાધા આપી, તે બોલશેઃ “મહારાજે બાંધ્યા સજજડ બાંધ્યા. છટકવાની બારી ન રાખી.” આ શબદ કરમતના છે. જીવ અનાદિના રંગને ભયંકર ન સમજે ત્યાં સુધી આ જીવ પણ બાળક જેવો છે. દુઃખે કાઢવાનું ઔષધ ધર્મ છે. ધર્મગુરુ બળાત્કાર કરનાર પુરુષ લાગે, જેને દરદને ખ્યાલ ન હોય તેને માટે પહેલાં દરદ સમજાવવાની જરૂર છે. ધર્મરૂપી દવા શા માટે આપવી છે? ધર્મોપદેશકના એ દવાથી પિતાના આત્માને રેગ નથી જવાને. અનાદિને રોગને મટાડવા માટે તે ધર્મોપદેશ આપે છે. એ રેગની ભંયકરતાને ખ્યાલ આવે ત્યારે જ ઔષધ અને તેના દેનાર ઉપર આદર થાય.
સંસાર આવે છે, તે દુઃખરૂપે ફળે છે, દુઃખાનુબંધી છે, દુઃખ સ્વરૂપ છે. સંસારફળ પણ દુઃખ છે, સંસારનો હેતુ પણ દુઃખને છે. પરંપરાએ પણ દુઃખ. અનાદિ સ સારનુંય દુઃખરૂપપણું-દુઃખફળ-દુખ હેતુ જણાવી સંસારની ભયંકરતા જણાવવામાં આવે, ને શ્રોતાને માનવામાં તે આવે તે જ ધર્મરૂપી ઔષધમાં તે આદરવાળે થાય, ધર્મ આપનાર ગુરુ તરફ આદરવાળે થાય, તેના મૂળ પુરુષ તરફ પણ આદરવાળે થાય. ધર્મ ગુરુ અને પ્રવર્નાક, તે ત્રણ તરફ આદર થાય તે જ સમક્તિ આ ત્રણની મહત્તા મનમાં વસે તેનું જ નામ સમક્તિ. મેક્ષની સડક પર અંતર ચિલ્ડ્રનો
હવે બળદપણું મળ્યું. ઘાંચીને બળદ ફરવામાં સમજે, કેટલું