________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) બગીચા કરવા પડે છે. એવા બગલાઓ પાસે તેમની સગવડતા માટે પથ્થરવાળી અને સાવ મોરમવાળી જગ્યામાં પણ મોટા ખરચ કરીને સારા બગીચા કરેલા આપણા જાણવામાં છે.
સાર્વજનિક બગીચા ગામને નાહાના મોટા લેને ત્યાં જ વાને સુગમ પડે એવી રીતે ગામમાં અગર ગામથી સાવ નજી, કમાં કરવા પડે છે. એટલે એમાં પણ જો અગર જમીન પસંદ કરવાને ઘણું કરીને કવચિત જ વખત મળે છે. માટે એ ખાતે લંબાણથી લખવું વ્યર્થ જેવું છે.
સાર્વજનિક બગીચા શહેરથી છેટે કરવામાં આવેલા. અને તે છે. હવાના સબબથી લોકોને ઉપયોગમાં નહીં આવેલા, અને તેથી તેના ઉપર મોટા ખરચ થયા છતાં પણ તે બગીચા મૂકી દીધેલાના દાખલા કાઠિયાવાડમાં આપણું જાણવામાં છેજ,
બગીચા માટે જ મુકરર કરવી પડે ત્યારે એથવાળી જ જોઈને પસંદ કરવી. એવી થવાળી જગ્યા ન મળે તે જે જગ્ય બગીચો કરવાનું ઠરે તે ફરતી પ્રથમ વાડ કરી તેમાં જલદી ઉગવાવાળાં ઝાડ રોપવાં જોઈએ કે જેથી એ બગીચામાં વાવવાનાં નાજુક અને નાહાનાં ઝાડ વિગેરેને એનો ઓથ થાય. નવે બાગ હવા માટે કરે તે ગામની પશ્ચિમ અગર ઉત્તર તરફની બાજુમાં કરે. પૂર્વ તરફની અગર દક્ષિણ તરફની બાજુ કરે નહીં. કારણ પૂર્વ તથા દક્ષિણ તરફને પવન પ્રાણ તથા વનસ્પતીની તનદુરસ્તી માટે સારો નહીં. બગીચે ગામથી પશ્ચિમ તરફ અને ગર ઉત્તર તરફ કરવામાં આવે તો એમાં પૂર્વ તથા દક્ષિણ તરફને પવન જેરથી આવવાને ગામના ઓથથી કેટલેક દરજે અટકાવ થાય છે.
For Private and Personal Use Only