________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફણામાં અને સાધારણ કંટામાં જેટલો તફાવત હોય છે તેટલોજ આમાં હોય છે.
નિચે ફેલાએલ ડાળીઓની કલમે લગાડ્યાથી જે ઝાડ થાય છે તે ફર્ણ વાવ્યાથી ઝાડ થાય છે તેવુંજ તનદુરસ્તીવાળું, જોરદાર, અને ફેલાવવાળું થાય છે અને તેને ફૂલ આવતાં નથી. ઉપરની બાજુના અંકુરની કલમથી કરેલ ઝાડને ટુંક વખતમાં ફૂલવાળી ડાળીઓ બાજુમાં ફુટે છે અને એ બા“ જુની ડાળીઓના છેડાના લાંબામાં લાંબા અંકુર કલમ તરીકે “વાવ્યાથી તેને તેજ મેસમમાં સારાં નમુનદાર ફૂલ આવે છે. ખરેખર એવી રીતે કરેલ ઝાડને કદ અને તેને જલદી ફૂલ આવવાનો આધાર થડથી કેટલા છેટાની કલમ લેવી એ વાત ઉપર રહેલ છે.
સાવ છેડાની કલમ લઈને કરેલ ઝાડ ઘણું નાહાનું થાય છે અને તેને ફૂલ વેહેલાં આવે છે.
ડાળીઓ નવિન ફુટતી હોય તેવામાં તેની કલમો લઈ વાવ્યાથી તેનાં ઝાડ મોટાં થશે અને તેને ફૂલ મોડાં આવશે.”
મોટાં અને કઠણ જાતનાં ઝાડે જેમ પીપર, વડ, સરગવો વિગેરેની જોરદાર ડાળીઓ આશરે છ સાત ફૂટ લાંબી અને ત્રણ ઈંચ જાડી વર્ષાદની મોસમની શરૂવાતમાં અગર એ મોશમમાં ગમે ત્યારે જે જ ઝાડ જાથે કરવાં હોય તે જગ્ય આશરે ત્રણ ફુટ ઉંડાં અને તેટલાંજ વ્યાસના ખાડા કરી તેમાં એ જમીનમાં દેઢ ફુટ સુધી દાટી વાવવાથી અને તેને બે ત્રણ વર્ષ સુધી આઠમે દિવસે પાણી પાવાથી ઝાડ થશે. એ પછી પાણીની જરૂર નથી. પ્રથમ એવી રીતે વાવેલ કલ
For Private and Personal Use Only