________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) ખવા માટે એને મીઠાં ચેસનટ પણ કહે છે. એ જાતનાં ઘણા ઝાડો ચાલતી સાલમાં ગેંડળના બગીચા માટે ઇંગ્લેંડથી મંગાવ્યા છે. તે આ દેશમાં કેવાં થાય છે તે હવે પછી જણાશે.
એ ઝાડ ઘણું ઊંચાં વધે છે. ઊંચાઈનાં અને તેનાં થડ મથાળે જાડા હોય છે. તેના પ્રમાણમાં એના થડની જમીન પાસેની જાડાઈ ઘણું વધારે હોય છે. એનાં પાંદડાં પગતાં અને લાંબાં હોય છે અને તે ઉપરની નસો સ્પષ્ટ હોય છે. એ પાંદડાંને રંગ ચળકતો કાળાસપર લીલો હોય છે, અને તે શિયાળાની સરૂઆતમાં બદલાઈ પીળા અગર પાકેલ જેવો થાય છે. એ પાંદડાંની કિનારી કાંગરાવાળી હોય છે.
એ સ્થાનિશ ચેસનટનાં ઝાડો ઊંચી જાતની રાતોડ જમીનમાં સારાં થાય છે. સારી જમીનમાં એ દર વર્ષે ત્રણ ત્રણ ફુટ ઊંચાઈમાં વધે છે. એનાં ફળ સારાં મીઠાં હોય છે, અને તે ખવાય છે. સ્પેન દેશમાં એ એક મોટું પદાસીવાળું ઝાડ ગથાય છે. યુરોપમાં ઇટલી વિગેરે દેશમાં પણ તે સારાં થાય છે. ઈંગ્લંડમાં તેનાં ઘણું ઝાડે છે, પણ તેને પેનદેશનાં ઝાડ જેવાં ફળ આવતાં નથી.
દુનિઓમાં જુનામાં જુનું ચેસનટનું ઝાડ એટના પર્વત ઉપર છે. એનાં થડનો ઘેરાવો સને ૧૭૭૦માં બસે ચાર ફુટનો હતે. એના થડના પિલાણમાં તે નજીકનાં ગરીબ લેકે આશ્રય લઈ રહે છે. એ ઉપરથી તે કેરડું વિશાળ છે તેનું અનુમાન થશે.
નવાં ઝાડ બીથી થાય છે. તેને પાણી ઝાડ મેટું થતાં સુધી છટ્ટે દિવસે જોઈએ.
For Private and Personal Use Only