________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૪ ) તથા મિત્ર છે અને રાતો હોય છે. એમાં સિંગલ અને ડબલ ફૂલવાળી એવી બે જાતો છે. સિંગલ ફૂલવાળાં ઝાડને વધારે ચોમાસામાં કલમના કટકા વાવ્યાથી થાય છે. ડબલ જાતનો દાબના કલમથી થાય છે. સારી જાતનાં ઝાડની આંખ ઉતરતી જાતનાં ઝાડ ઉપર ચડાવ્યાથી ટુંક મુદતમાં સારી જાતનાં નવાં ઝાડ થાય છે.
લીલે ચંપે. ARTABOTRYS (N. 0. Anonacea.) એ વેલા જેવું ઝાડ છે. એનાં પાન ચાળનાં લીલા રંગના હોય છે, અને ફૂલ જાડાં પાંખડીવાળાં પાકતાં સુધી લીલા - ગનાં અને પાડ્યા પછી પીળાશ પડતા રંગનાં હોય છે. એ ફૂલને એક પ્રકારની વાસ આવે છે. એને જુના ચુનાનું ખાતર માફક આવે છે. એ સાધારણ જાતની જમીનમાં થાય છે. એને પાણી આઠમે દિવસે જોઇયે. એને ફૂલ ચોમાસામાં આવે છે.
નવાં ઝાડ દાબની કલમથી અથવા બીજ વાવ્યાથી થાય છે.
ડેલ્ફીઆ. DALHIA. (N. 0. Composite.) ડેલ્હીનાં ફૂલ અતિશય શોભિતાં જુદાં જુદા ઘણા ચળકતાં રંગનાં હોય છે. એ ઝાડ મેકિસકોનું વતની છે. ડાડેલહે એ શોધી કાઢયું તેથી તેનું ડેલ્હીઆ કરીને નામ પડ્યું છે. પુષ્પ વિવતુ લોકોએ એની જાતોમાં ઘણાજ સુધારે અને વધારે કર્યો છે. હાલ એની જુદી જુદી બસે કરતાં વધારે જાતે છે.
For Private and Personal Use Only