________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૬ ) આલકેશીઆ લેવીઆઈ. ALOCASIA LOWII. (N. 0. Aroidece.) એ એક અળવીના કુટુંબનું શોભાવાળાં પાનનું ઝાડ છે. એનાં પાન આશરે ૧૪ થી ૧૬ ઈચસુધી લાંબાં હોય છે. તેની ઉપરની બાજુનો રંગ ઓલિવ જેવો લીલે હોય છે. એના પાનની નસો ઘણું જાડી અને ઉપરની બાજુ પેળી અને નિચેની બાજુ જાંબુડા રંગની હોય છે. એ રક્ષકગૃહમાં ચડીઆતા ક્યારામાં પૂર્ણતામાં ઉગે છે. એ માટે જમીન ઘણી ઊંચી જાતેની ખાતરવાળી જોઈએ, અને દરરોજ એને પુષ્કળ પાણી જોઈયે.
ગાંઠવાળાં બીજાં ઝાડે માફક એને સાવ વિશ્રાંતીની, જરૂર નથી. નવાં ઝાડ ગાંઠે જુદી કરી વાવ્યાથી થાય છે.
આલેકેશીઆ મેટયાલીકા. ALOCASIA METALLICA. (N. 0. Aroidece.)
એ પણ અળવીના કુટુંબનું છે. અને તે બેનનું વતન છે. એ ઘણુંજ શોભિતું ઝાડ છે. એનાં પાન મોટાં હોય છે. અને તેની ઉપરની બાજુ ધાતુ જેવું તેજ હોય છે. એની મસાગત વિગેરે ઉપરના જેવી જ જોઈએ.
કાતરાવાળાં પાનવાળે આલેકેશી.
ALOCASIA S. (N. 0. Aroidec.) એનાં પાન ઘણુંજ સુંદર હોય છે. અને તે કાતરેલાં જેવાં હોય છે. એની નસે પહોળી, ઊંડી અને ધોળા રંગની હોય છે. એનું ચિત્ર આપવામાં આવ્યું છે.
For Private and Personal Use Only