________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ). એનાં બીજ ચેમાસામાં બીજા વર્ષાયુ માફક વાવવાં.
બોગનવ્હીલીઆ. BOUGAINVILEA. (N. 0. Nyctaginacece.)
એ એક અતિ સુંદર ફૂલવાળો કઠણ જોતને વેલો છે. એના માટે ઊંચી જાતની ખાતરવાળી જમીન અને પુષ્કળ પાણી જોઈએ. એને શિયાળામાં અને ઉનાળામાં જ્યારે જાંબુ રંગનાં ફૂલ આવેલાં હોય છે. ત્યારે એનાં જેવાં ચેડાંજ ઝાડ શોભાવાળાં દેખાતાં હશે. એને ફૂલ આવવાની મોસમમાં આઠ દશ દિવસે છાણને રેડ દિધાથી ફૂલ ઘણું આવે છે,
એની બે જાતે છે એકને કાંટા હોય છે અને બીજીને કાંટા હોતા નથી. એની વાડ ઘણું મજબૂત અને શોભાવાળી થાય છે. નવાં ઝાડ દાબની કલમથી થાય છે,
સિસસ ડિસકલર. sissus DISCOLOR. (N. 0. Vitacec.) એ વેલે અતિ સુંદર મખમલ જેવા રંગનાં પાનવાળો છે. એના માટે ઠંડી અને છાયાવાળી જગ્યા જોઈએ. એ રક્ષણ્યહમાં વાવવો જોઈએ. એને શિઆળાની આખરમાં ખાચી કરી પાણી બંધ કરવું, તે પાછો માર્ચ મહિનામાં ફુટ કરે ત્યારે શરૂ
કરવું. એને પાણી બીજે દિવસે જોઈએ. ' એ વેલ ખાચી કર્યા પછી તેની કલમો કાચની કેમ નિચે વાવવી. એટલે તેથી નવાં ઝાડ થશે.
એની એક બીજી જાત છે. (સિ. અરગેલીઆ) તેનાં પાન ઉપરના કરતાં મેટાં હોય છે, અને તે કઠણ જાતને છે.
For Private and Personal Use Only