________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪ર ) કહે છે. નવા વેલા બીજથી થાય છે. એ સાધારણ જાતની જમીનમાં થાય છે. પાણી એથે દિવસે જઇએ.
લાપારીઆ રેજીઆ. LAPAGERIA ROSEA (N. 0. Smilaceæ.)
એ એક અતિ સુંદર વેલો છે. એના જેવા શોભાવાળા બીજા થોડાજ વેલા હશે. એને કૂલ ઘણાં અને ટોકરી જેવા આકારનાં ગુલાબી રંગનાં આવે છે. અને તેના ઉપર ધેળાં - પકાં હોય છે.
એ માટે ઊંચી જાતની જમીન જોઈએ. અને પાણી ત્રીજે દિવસે જોઇયે. નવાં ઝાડ બીજથી થાય છે.
બારમાસી વટાણે. LATHYRUS LATIFOLIUS. (N. 0. Leguminosce.)
એ નાજુક જાતને વેલે છે. જે જગ્ય સપ્ત તાપ તેમજ મે વર્ષદ ન લાગે એવું ઠેકાણે એ વાવવો જોઈએ.
એ માટે જમીન ખાતરવાળી ઊંચી જોઈએ. અને પાણી બીજે દિવસે જોઈયે. નવાં ઝાંડ બીજથી થાય છે.
મખમલને વેલે. LOPHOSPERMUS. (N. 0. Labiatæ.) એ વેલાને વિસ્તાર ઘણે થતું નથી. એનાં પાન હાથને ઘણાં નરમ મખમલ જેવાં લાગે છે. અને તેને રંગ પણ ઉપરની બાજુ મખમલ જેવો અને નિચેની બાજુ ધોળાપર ફિક્કા લીલા રંગની હોય છે.
For Private and Personal Use Only