________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ )
| દુધી. WHITE GOURD. (N. 0. Cucubritacece.) દુધી ઘણું કરીને બારે માસ થાય છે, તેમાં નવેંબરથી તે એપ્રિલ સુધી ઘણી થાય છે. એનાં બીજ ક્યારામાં અગર સ. ળિયામાં વવાય છે, એ માટે ખાતરવાળી ઊંચી જાતની જમીન જોઈએ અને પાણી એથે દિવસે જોઈએ. એનાં ફળ ગોળ હેય છે, તેને તુંબડી કહે છે. દુધીનું શાક નરવું ગણાય છે, તે માંદા માણસને પણ આપે છે. એને પાક કરે છે, તે પિષ્ટિક હોય છે.
+ ગલકાં, LUFFA ÆGYPTICA. (N. 0. Cucubritacece.) ..
એના વેલાને વિસ્તાર વિસેડાંના વેલા કરતાં વધારે થાય છે. એનાં ફૂલ ધિસોડાના ફૂલ જેવાં જ હોય છે પણ તે બે દિવસ સુધી ટકે છે.
ગલકામાં બે જાતે છે, એક જાતના વેલાને તેના પાનને દટ પાસે એક એક ફળ આવે છે અને બીજી જાતના વેલાને સાત સાત આઠ આઠ ફળના લુમખા આવે છે. પહેલી જાતનાં ફળ મોટાં હોય છે. બીજી જાતનાં નાનાં હોય છે અને તે ફક્ત ચેમાસામાં જ આવે છે. એને ગુમકડાં પણ કહે છે.
એનાં બીજ વષદની સરુવાતમાં ખાતરવાળી જમીનમાં વાવવા અને વર્ષદ નહીં હોય ત્યારે તેને આઠમે દિવસે પાણું દેવું. પહેલી જાતના વેલાને પાણી મળે તે બાર મહિના સુધી રહે છે અને તેને ફાલ આવ્યા કરે છે.
For Private and Personal Use Only