________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૮ )
જાવાની કેતકી.
PANDANUS JAVANICUS. (N. 0. Pandanacece.)
એ કેતકીની જાતનું ઝાડ છે. એનું ઉત્પત્તિસ્થાન જાવા બેટ છે. એનાં પાન ૩ થી ૫ ફુટ સુધી લાંબાં અને ૪ ઇંચ સુધી પહેલાં હોય છે. એ ઘણું સુંદર દેખાય છે. એ રેતાળ જમીનમાં સારાં થાય છે. એને પાણી પુષ્કળ જોઈએ. નવાં ઝાડ એના ફર્ણ જુદા કરી વાવ્યાથી થાય છે.
નાની જાતની કેતકીનું ઝાડ.
PANDANUS A. (N. 0. Pandanacec.)
એ ઘણુંજ સુંદર ઝાડ છે. એનાં પાન પંદર ઇંચ લાંબાં અને એક ઇંચ પહેલાં હોય છે. એ કુંડાંમાં વાવવાં જોઈએ, અને દરરોજ પાણી જોઈએ.
રંગ રંગના પટાવાળી કેતકી.
PANDANUS C. (N. 0. Pandanaceæ.)
એ પણ જાવા બેટનું વતની છે. એનાં પાન ૫ ફુટ લાંબા અને ૪ ઈંચ પહેલાં હોય છેતેને રંગ ફિક્કા લીલો હેય છે. અને તે ઉપર રંગ રંગના પટા હોય છે.
For Private and Personal Use Only