________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ )
ડયુટીઆ. DEUSTIA. (N. 0. Philadelphacec.) એ ત્રણ ફુટ સુધી ઊંચું વધે છે અને સુંદર દેખાય છે. એને બર્ફના ટબકા જેવાં ધોળાં ફૂલ આવે છે. નવાં ઝાડ ફર્ણ જુદા કરી વાવ્યાથી થાય છે. પાણી ચેાથે દિવસે જોઇયે. રાતી જમીનમાં એ સારાં થાય છે.
જુરેનઅમ. GERANIUM. (N. 0. Geraniacece.) એ અતિ સુંદર ફુલવાળાં નાનાં ઝાડ છે. જ્યાં વર્ષદ ઘણે હોતો નથી ત્યાં એ સારાં થાય છે. એ માટે ઘણી ઊંચી જાતની પિચી જમીન જોઇયે. એની કલમના કટકા શિઆળામાં ચુંટે છે- તે કુંડાંમાં વાવવા અને ચોમાસામાં જ્યાં જોઈતા હોય ત્યાં ફેરવવા. દરેક કુંડાંમાં બે ત્રણ કરતાં વધારે કલમ લગાડવી નહી. કારણ તે નજીક હોય તો ફેરવતી વખતે તેનાં મૂળને ઇજા પહોંચવાની અને ઝાબે નુકસાન પહોંચવાનું. એનાં મૂળ નાજુક હોય છે. ફેરવતી વખતે તેનાં મૂળને જરા પણ ઇજા થાય નહીં તેમ કરવું જોઈએ. નાજુક જાતનું નવી કલમનું ઝાડ બીજા કુંડામાં ફેરવ્યા પછી તે ઉપર થોડા દિવસમાં કાચની હુંડી ઢાંકી રાખ્યાથી એ ઝાડ તરત જોર પકડે છે. એની ઘણી જાતો છે. ગોંડળના બાગમાંજ એની પાંત્રીસ જાતે હતી. એની કલમે લેવી, તે ઝાડ બે વર્ષનું થયા પછી લેવી. ઝાડ જુનું થયા પછી તે સડી જાય છે અને ફૂલ સારાં આવતાં નથી, માટે એવાં ઝાડો ફગાવી દેવા જોઈએ અને તેને બદલે નવાં -
For Private and Personal Use Only