________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિ રે,
એટલે એની અસર
( ૩૨૧ ). એ અળવીનાં કુટુંબનાં અતિ શોભાવાળાં પાનનાં છેડ છે. હાલમાં એની અસંખ્ય જાતો થઈ છે એમ કહીએ તો ચાલે. એટલે એનાં પાન અસંખ્ય રીતે ચિત્ર વિચિત્ર રંગનાં એક બીજાથી ભિન્ન હોય છે. એનાં ઝાડ ગાંઠેથી થાય છે. એ ગાંઠે મે મહિનાની આખરમાં ફુટવા લાગે એટલે તે જુદી કરી કુંડાંમાં એક ભાગ કાંપની માટી તથા એક ભાગ પાંદડાંનું સાવ સડેલ ખાતર અને એક ભાગ ઠીકરાને ભૂકો, એ મિશ્ર કરી તેથી કુંડાં ભરી તેમાં એ વાવવી, અને તેને દરરોજ પાણી દેવું. એના છોડ ઉગી જેર કર્યા પછી આઠમે દિવસે છાણનો રેડ દીધાથી ફાયદો થાય છે.
એ કુંડાં સખ્ત તડકો ન લાગે એવી જગ્યે રાખવાં જોઈએ. અકબર માસમાં જ્યારે એનાં પાન સુકાવા લાગે ત્યારે પાણી બંધ કરવું. અને એ ઝાડ સુકાય એટલે તેની ગાંઠે કુળમાં વળતા ચોમાસા સુધી દાટી રાખવી
આ સાથેના પેટમાં એમાંની જુદી જુદી દશ જાતનાં પાનનું ચિત્ર આપ્યું છે.
હફમેનીઆ. HOFFMANNIA. (N. 0. Rubiacec.) એ છોડ આશરે ત્રણ ફુટ સુધી ઊંચું થાય છે. એનું થડ ચોધારું હોય છે, અને પાન મેટાં, લાંબાં, અણુવાળાં હોય છે. એ પાનનો ઊપરની બાજુને રંગ મખમલ જે લીલાશ પડતો, અને નિચેની બાજુ રાતે હોય છે. એની નસ ઊંડી અને સ્પષ્ટ હોય છે અને એ ઘણું સુંદર દેખાય છે. એ નાજુક જાતનું છે, માટે રક્ષકગૃહમાં અથવા કાચના મકાનમાં રાખવું જોઈએ. એને પાણી રોજ જોઈયે,
For Private and Personal Use Only