________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ). વિલાયતી આંબલી.
INGA DULCIS. (N. 0. Mimosece.)
એ ઝાડો કાઠીઆવાડમાં ગયા પંદર વર્ષમાં કેટલીક જગ્ય દાખલ કરવામાં આવ્યાં છે. તે પહેલાં કાઠીઆવાડમાં એનાં બીલકુલ ઝાડ ન હોતાં. એ ઝાડ ઘણું ભાવાળું અને જલદી વધવાવાળું છે. એની ઘણી મજબૂત અને શોભાવાળી વાડ થાય છે. ગોંડળના બાગમાં એની વાડ કરવામાં આવી છે. એ ઝાડનાં પાન નાહાનાં, કાળાસપર લીલા રંગનાં હોય છે. એની ડાબીઓને તીણ કાંટા હોય છે. એની શિંગે મરડાએલ જેવી દેખાય છે. એની અંદરનો મગજ મીઠે હોય છે, અને તે ખવાય છે. એ ઝાડ ઘણું મોટું થાય છે. કાળી જમીનમાં તે સારાં થાય છે. નવાં ઝાડ બીથી થાય છે. એને પ્રથમ ત્રણ ચાર વર્ષ સુધી આઠમે દિવસે પાણી દેવું, તે પછી પર્ણની જરૂર નથી, મદ્રાસ તરફ એનાં ઘણું ઝાડ છે. એ ઝાડનું લાકડું મજબૂત હોય છે અને તે ઇમારતના કામમાં આવે છે,
કાઠીઆવાડમાં હાલમાં ઝાડોને વધારે કરવા ઉપર લેકેનું લક્ષ ખેંચાખેલ છે. તેઓને એ જાતનાં ઝાડ લગાડવા ભળામણું કરવામાં આવે છે. એ ઝાડ કઠણ જાતનાં છે અને તે સહેલાઈથી અને જલદીથી મેટાં થાય છે અને વળી એની શિગો ગરીબ ગુરબાને ખોરાક તરીકે કામ આવે છે.
For Private and Personal Use Only