________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૭૫ ).
દીવી દીવી. CAESALPINIA CORIARIA. (N. 0. Cæsalpinec.)
એ ઝાડ ઘણું મોટું થતું નથી, એની શિંગે ચામડાં રંગવામાં ઘણી કિમતી ગણાય છે. ગોંડળના બાગમાં એની લાગવડ કરવામાં આવી છે. એ ઝાડ સાધારણ જમીનમાં થાય છે. સરૂવાતમાં એને એક બે વર્ષ આઠમે દિવસે પાણી મળે તે બસ છે. તે પછી પાણીની જરૂર નથી. એક સારાં ઝાડને આ પણા દેશમાં ૬૦ પાઉન્ડ શિગો આવે છે, અને વિલાયતમાં એક ટન દીવી દીવીની શિંગોની કિમત પંદર પાઉન્ડ આવે છે, અને એક ટન શિંગો વિલાયત મોકલતાં આશરે બે પાઉન્ડનું ખર્ચ બેસે છે.
TERMINALIA BILIRICA (N. 0. Combretacec.).
એ ઝાડ મોટું થાય છે. એનાં ફૂલને ખરાબ વાસ આવે છે. ફળ ગોળ હોય છે, અને તેની છાલ ઉપર રૂંવાં હોય છે. એ ફળ ઔષધી કામમાં આવે છે. નવાં ઝાડ બીથી થાય છે, અને તે સાધારણ જમીનમાં થાય છે. એને સરૂવાતમાં બે વર્ષસુધી દશમે દિવસે પાણી મળે તે બસ. એ ઝાડ દેશી બદામના કુટુંબનું છે.
હરડાં. TERMINALIA CHEBULA (N. 0. Combretaccc.)
એ ઝાડ પણ દેશી બદામના કુટુંબનું છે. એને ફૂલ ઉનાળામાં બેસે છે. એનાં ફળ રંગના તથા ઔષધીના કામમાં આવે છે. નવાં ઝાડ બીજ વાવ્યાથી થાય છે..
For Private and Personal Use Only