________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૩ )
દેશી મહાગની. CEDRELA TOONA. (N. 0. Cedrelaceæ.)
એ ઝાડનું લાકડું મહાગનીના લાકડાં જેવું દેખાય છે, અને તે ફરનીચર કરવાના કામમાં વપરાય છે. એના ફૂલનો રાતે રગ થાય છે, અને તે સુતર રંગવવામાં વપરાય છે. એ કૂલ ધોળા રંગનાં ઝીણાં હોય છે, અને તેને મધુર સુવાસ આવે છે. એની છાલમાંથી અમેરિકાના દેવદારમાંથી જેવી રાળ નિકળે છે તેવી નિકળે છે. કોંકણના ખિંડોમાં એનાં ઘણી જગે ઝાડ ઉગે છે. નવાં ઝાડ બીજથી થાય છે, અને તે માટે થવાળી જ જેઇએ. ઝાડ મેટાં થતાં સુધી છટ્ટે દિવસે પાણું જોઈએ.
દેશી શરૂ. CASUARINA MURICATA. (N. 0. Casuarinacece.)
એ ઝાડ શરૂની માફક ઘણું ઊંચું વધે છે, અને તેની ડાળી લાંબી હોય છે. એ ઝાડ ઘણું જલદી વધે છે. ગંડળના બાગમાં નવ દશ વર્ષનાં ઝાડ સાઠ ફુટ ઊંચાં થયાં છે. એ પિચી જમીનમાં જલદી વધે છે. એ ઝાડ શોભાવાળું દેખાય છે. એનું લાકડું ગાડીના કામમાં આવે છે. નવાં ઝાડ બીજ વાવ્યાથી થાય છે. એનાં તાજાં બીજ ઉગે છે. જુનાં ઉગતાં નથી. ઝાડ મોટું થતાં સુધી એને આઠમે દિવસે પાણી જોઈએ. મોટું થયા પછી પાણીની જરૂર નથી.
અશોક. JONESIA ASOCA (N. 0. Cæsalpinec.) એ ઘણુંજ ખુબસુરત ઝાડ છે. એનાં પાન લાંબાં હોય છે. એ સાધારણ જમીનમાં થાય છે. સરૂવાતમાં એ ઝાડ ના
For Private and Personal Use Only