________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૦ ) ઉપરથી ઉતારી લેવા, અને એમાંનું બીજ તડકામાં સુકવી એમાંથી દશ દશ એક એક કુંડાંમાં વાવી એ કુંડાંની માટી હમેશા ભિની રાખવી, એટલે બાર માસની અંદર એમાંથી થોડાંક બી ઉગી આવશે. બી વાવ્યા પહેલાં ત્રણ ચાર કલાક એ બી ઉના પાણીમાં પલાળી રાખ્યાથી જલદી ઉગશે. નાજુક જાતનાં બીજ કુંડાંમાં વાવી તે ઉપર કાચની ઠંડી ઢાંકી રાખવી અને તેમની માટી હમેશ ભિની રાખવી. બીજ ઘાટો વાવવાની મતલબ, એમાંનાં કેટલાંએક બેટાં પડે છે. રેપા ઉગ્યા પછી તે મોટા થતા સુધી તેને સન્ત તડકો લાગવા દેવો નહીં.
જે ગુલાબનાં ઝાડ ઉપર હૈબ્રીડાઈઝીંગની ક્રિયા કરવાની હોય તે ઝાડ ખાતરવાળી અગર ઊંચી જાતની જમીનમાં વાવવાં નહીં, કારણ એવી જમીનમાં ઝાડ ઘણું જોરમાં ઉગે છે, તેથી તેને બીજના દેડા બેસતા નથી. હલકી જાતની જમીનમાં વાવેલ ગુલાબને દડા તુરત બેસે છે, માટે જે ગુલાબ ઉપર હૈબ્રીડાઈઝીંગની ક્રિયા કરવાની હોય, તે હલકી જમીનમાં પ્રથમથી વાવી રાખવા જોઈએ.
ગુલાબનાં ઝાડોનો વધારો કલમના કટકા વાવ્યાથી, દાબની કલમ કર્યાથી, આંખ ચડાવ્યાથી, આંખવાવ્યાથી, કલમ ચડાવ્યાથી અને બીજવ્યાથી થાય છે.
ગુલાબ વાવવા માટે જમીન પોચી, પણ ઘણું ઊંચી જાતની, ઉડી અને ખાતરવાળી જોઈએ. ચિકણું જમીનમાં તે સારા થતા નથી. કદી ચિકણું જમીનમાં ગુલાબ કરવા હોય તે તે બાળી તેને ચિકાશ ઓછો કરી, બાદ બેદી તેમાં ખાતર બેળવી ગુલાબ વાવવા. જે જમીનમાં ગુલાબ વાવવાના હોય તેમાં
For Private and Personal Use Only