________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૧ ) પાણીને સારા નિકાસ હવે જોઈએ. જે જમીનની અંદર પાણી ભરાઈ રહે છે અગર પાણીને નિકાસ હોતો નથી, તેમાં ગુલાબ સારા થતા નથી. ગુલાબ વાવવાની જમીનમાં ચૂનાના પથરા. અગર કાંકરા હેય તે તે ખોદી કાઢી નાંખવા જોઇએ. ગુલાબ વાવવા માટે ખુલ્લી જગ્યા જોઈએ. એથવાળી જગ્યામાં તે સારા થતા નથી, પણ બપોર પછીને સન્ત તડકો તેને ન લાગે એવી જો તેના માટે પસંદ કરવી જોઈએ. ગુલાબનાં ઝાડ મોટાં કુંડામાં તથા ટબમાં પણ સારાં થાય છે.
ગુલાબ જેરમાં ઉગતા હોય ત્યારે તેને પુષ્કળ પાણું જોઈએ. જમીનમાં. ગુલાબનાં ઝાડ હોય તેમને છ કે સાતમે દિવસે કોસનું ભરપૂર પાણી મળે તે બસ, પણ કુંડામાં તથા ટબમાં વાવેલ ગુલાબને ત્રીજે દિવસે પાણું દેવું જોઈએ. પ્રાણીઓ માફક વનસ્પતિને પણ કામના દિવસ પછી વિશ્રાંતિની જરૂર છે. પ્રાણીઓ આરામમાં હોય છે ત્યારે તેને ખેરાકની જરૂર પડતી નથી. તેમજ વનસ્પતિ જયારે તેને ફૂલ ફળને બાર આવી ગયા પછી આરામમાં હોય છે એટલે તેનાં ફૂલ ફળની મોસમ પછી જ્યારે તે જેરમાં ઉગતાં નથી ત્યારે તેને વિશેષ ખોરાકની જરૂર હતી નથી. માટે એવી વખતે તેને પાણી ફક્ત તે જીવતા રહે તેટલુંજ દેવું જોઈએ. ગુલાબનાં ઝાડ ઘણું કરીને એપ્રિલ મહિને નાની પંદરમી તારીખથી મે મહિનાની આખર સુધીમાં એવી રીતે આરામમાં હોય છે, માટે એ દરમિયાનમાં તે જીવતાં રહે તેટલું જ પાણી તેને મળવું જોઈએ. જુન માસની શરૂવાતમાં જમીન માહેલાં ગુલાબનાં મૂળ ખુલ્લાં કરી તેમાંથી માંદાં અને નબળાં મૂળ કાપી નાંખવા અને તેને બકરાંની લીંડીનું અગર સ
36
For Private and Personal Use Only