________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૫ ) ટીસેન્ટેડ એટલે ચહા જેવી વાસવાળા ગુલાબ—એ વર્ગના ગુ
લાબ ઘણું ઉમદા ગણાય છે. કેટલાએક લોક તો એ વર્ગના ગુલાબ, ગુલાબની જાતમાં પહેલા દરજ્જામાં ગણે છે. એ વર્ગના ઘણી ખરી જાતના ગુલાબને હમેશ
ડાં ઘણાં ફૂલ આવ્યાજ કરે છે. એ ગુલાબ ધણજ જોરમાં ઉગવાવાળા છે, તેથી તેને ઉંચી જાતની જમીન અને પુરતું ખાતર નહીં હોય તો તેનાં ફૂલ હીણાં પડે છે. એ વર્ગ માહેલા જુદી જુદી જાતના ગુલાબની ઉગમણ એક બીજાથી એટલી બધી ભિન્ન હોય છે કે, તે દરેક જાતનાં ઝાડને જુદી જુદી રીતે સરવાં પડે છે. એ વર્ગમાં મુખ્ય બે પ્રકારનાં ઝાડ હોય છે. એક પ્રકારનાં ઘણાં જેરમાં ઉગે છે, જેમ માર્શલ નીલ તથા રીડી ડાયજીન. અને બીજા પ્રકારનાં જે સાધરણ ઉગે છે તે જેવાં કે રેનડી પોચુંગાલ. એમાંથી પહેલા પ્રકારનાં ઝાડોની નબળી ડાળિયે કાપી નાખવી અને જોરદાર ડાળિયેનો લંબાઈનો ત્રીજો ભાગ છેડા તરફને કાપી નાખવો. બીજી જાતના ગુલાબની નબળી ડાળ કાપી નાખી જેરવાળી ડાળીની ચાર પાંચ આંખે રાખી બાકીની કાપી નાખવી. એ જોતમાંથી મુખ્ય યાદી
આગળ આપવામાં આવી છે. નિૌસેટસ-એ જાતના ગુલાબ ચીનાઈ અને મસ્ક ગુલાબોના સં.
યોગથી બનેલા છે અને જે બાગવાને એ બનાવ્યા તેનું નામ એ જાત ધરાવે છે. એમાંથી કેટલાએકને સુવાસ આવે છે. એ જાતના ગુલાબને ફૂલ ઘણું કરીને હમેશ
For Private and Personal Use Only