________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૬ )
/ મહુડા. BASSIA LATIFOLIA. (N. 0. Sapotaceæ.)
મહુડાનાં ઝાડ ગુજરાતમાં ઘણું છે. કાઠીઆવાડમાં એનાં ઝાડો કઈ કોઈ જગ્યે જોવામાં આવે છે. એનાં પાન લાંબાં અને પગતાં હોય છે અને એ ઝાડ ઘણું સુંદર દેખાય છે.
એનાં ફૂલને મહુડા કહે છે અને ફળને ડોળ કહે છે. એનાં ફળને દારૂ બને છે. મહુડાનું ઝાડ મોટું થાય છે અને સારી જમીનમાં તેને દશમે વર્ષ ફાલ આવવો શરૂ થાય છે. એ ઝાડ પચીશ ત્રીશ વર્ષે પુખ્ત ઉમ્મરનું થાય છે.
મહુડાનું ફૂલ ઉહાળાની શરૂઆતે પાકી ખરી પડે છે અને એનાં ફળ જેને ડોળ કહે છે તે ચોમાસાની શરૂઆતમાં પાકે છે. કેળ બેસવા લાગે એટલે ફૂલ ખરી પડે છે. એક સારાં ઝાડને બાર મહિને આશરે દશ મણ મહુડા અને પાંચ મણ ડોળ ઉતરે છે.
મહુડાં લીલાં તથા સુકાં માણસના ખાધાને કામમાં આવે છે. તે મીઠાં હોય છે અને માટે વર્ષે ગરીબગુરબાં એ ખાઈને ગુજા કરે છે. મહુડાને ગેળ પણ બનાવે છે અને તે ગુડાકુ બનાવવામાં વપરાય છે. એ ગોળને ગુજરાતમાં કાકબ કહે છે. મહુડાના ડેળનું તેલ કાઢે છે તેને ડાળીઊં કહે છે. એ ડાળીઉં ખાધાના કામમાં તેમજ બાળવાના અને સાબુ બનાવવાના કામમાં આવે છે. ડેબીઊં ખાધામાં ગરમ છે. એ ખાધાથી ઉધરસ તથા સળખમ થતું નથી એમ કહે છે. ગુજરાતમાં જ્યાં મહુડાનાં ઝાડ ઘણું સારાં થાય છે ત્યાં એ ઝાડ સારૂં પદાસી ગ
For Private and Personal Use Only