________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૪ ) સાચા સાબુચોખાનું ઝાડ.
SAGUS RUMPH11. (N. 0. Palmce.) સાચા સાબુ ખાનાં ઝાડને સેગસ રૂફીઆઈ કહે છે. એ ઝાડ આપણું દેશમાં ઝાઝાં જોવામાં આવતાં નથી. એ ઝાડે ઈડીઅન અરચી પેલેમાં હજારે ઉગે છે. આપણે જેમ ખેતરના દાણુ ખોરાકમાં વાપરીએ છીએ તેમ અરચી પેલેગોનાં લોકે એ ઝાડના થડના સાબુચોખા ઉપર ગુજારે કરે છે. “સેગો” એ શબ્દ અસલ મલે ભાષામાં જેટલીને “સેગુટ” કહેતાં તે ઉપરથી નિકળેલો છે. એ ઝાડના થડમાંથી અન્નમય પદાર્થ નિકળે છે તેથી એને સેને કહે છે.
એ સાચા સાબુનાં ઝાડની ચાર જાત છે. એનાં ઝાડ આશરે ત્રીસ ફુટની અંદર ઉંચાઈમાં હેય છે. ગુમતી પામનાં થડ શિવાય પામની જાતીનાં ઝાડમાં એના જેટલું કોઈનું થડ જાડું હેતું નથી. એનાં ઝાડ નાનાં હોય છે ત્યારે તે જેવા ઘણું ફર્ણનું બનેલું છે, એવું દેખાય છે. ઝાડ પાંચ છ ફુટ ઉંચાઈમાં થાય ત્યાંસુધી તેના ઉપર તીક્ષણ કાંટા હોય છે. એ ઝાડ આશરે ત્રીસ વર્ષ સુધી જીવે છે. નવાં ઝાડ તેના ફણાથી અગર બીજથી થાય છે. એ ઝાડ રેચક, ખારાવાળી અને ભેજવાળી જમીનમાં સારાં થાય છે. સુકી જમીન ઉપર અને ડુંગરાળ જમીનમાં એ થતાં નથી.
વિલાયતી નારિઓળી. COCOS PLUMOSA. (N. 0. Palmæ.) એ ઘણુંજ ખુબસુરત પામની જાતનું ઝાડ છે. એ આપણું દેશમાં ગયા દશ વર્ષની અંદર દાખલ કરેલું છે, તે પણ એ
For Private and Personal Use Only