________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૦ ) કૂલની મોસમમાં વર્ષદ ન હોય ત્યારે તેને એથે પાંચમે દિવસે પાણી મળે તે કૂલ વધારે આવશે.
NAUCLEA CADAMBA, (N. 0. Rubiaceq.)
કદંબનું ઝાડ ઘણું મોટું થાય છે. એનાં કૂલ લુમખામાં આવે છે. ઝાડ લગાવ્યા પછી ચોથે વર્ષે ફૂલ આવવા લાગે છે.
એને ઝીણાં બીજ આવે છે. તે વાગ્યાથી અને કમલનાં કટકા લગાવાથી એનાં નવાં ઝાડ થાય છે. એ ઝાડ સાધારણ જાતની કોઈ પણ જમીનમાં થાય છે. તેને શરૂઆતમાં બે ત્રણ વર્ષ સુધી આઠમે દિવસે પાણી મળે તો બસ. એ ઝાડનું થડ ઘણુંજ જાડું થાય છે, અને તેનું લાકડું ચિકણું અને મજબુત હોય છે. પુરાણમાં કબના ઝાડ ઉપર શ્રીકૃષ્ણ ભગવાન બેઠા હતા એવું લખ્યું છે. તે એજ જાતનું ઝાડ, અને તેથી હિંદુલક એને પવિત્ર ગણે છે.
મુચકુંદ. PTEROSPERUM SUBERIFOLIUM. (N. 0. Sterculiacece.)
એ ઝાડનાં પાન ખાખરાનાં પાન જેવાં હોય છે, અને એ મોટું થાય છે.
એને ફૂલને બાર વર્ષમાં બે વાર આવે છે. ફૂલ પીળા રંગનાં ઘણું મોટાં પાંચ પાંખડીવાળાં હોય છે, અને એ પાંખડી નજીક વૈત વેંત લાંબી હોય છે. એ ફૂલને સેજ સાજ ખુસ હોય છે.
For Private and Personal Use Only