________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૮ ) આ. કુકીઆઈ–યુયાલેડનીઆનું એ વતની છે. એ ઉપરનાં જેવું જ સુંદર હોય છે. કેટલાએક લેક તે ઉપરના કરતાં પણ એને વધારે સુંદર ગણે છે.
આ બીડળીઆઈ–ઉપર જણાવેલ બધે જાતનાં ઝાડ કરતાં આ જોવામાં ભિન્ન હોય છે. એનાં પાન ઘણું કાંટાવાળાં કાળાશપર લીલા રંગનાં હોય છે. તે આશરે એક ઈચ લાંબાં ત્રિકણાકૃતિ હોય છે.
આ૦ કનિંગહામીનીઆઈએ જાતનાં ઝાડ દક્ષિણમાં જ લદી અને સારા થાય છે. એની ડાળીઓ ચાર ચાર ફુટને અંતરે હોય છે. આ કેરીઆમાં સર્વથી એ કઠણ જાતનાં ઝાડ છે આ બધી જાતનાં ઝાડેને વધારે કલમથી તથા બીજથી થાય છે. પણ કલમનાં ઝાડ સારાં થતાં નથી. એનાં બીજ તાજા હોય ત્યારે વાવવાં જોઈએ, જુનાં બીજ ઉગતાં નથી. એ ઝાડને બીજે દિવસે પાણું જોઈએ. પાંદડાંનું ખાતર એને માફક આવે છે.
ગરમાળે. CASSIA FISTULA. (N. 0. Cæsalpinec.)
એ ઝાડ આવળના કુટુંબનું છે. એ આશરે ત્રીસ ફુટ સુધી ઊંચું વધે છે. એનાં પાન કાળાશપર લીલા રંગનાં હોય છે.
એ ઝાડને મે અને જુન માસમાં ચળકતાં પીળા રંગના કુલના લુમખા આવે છે, ત્યારે તે ઘણુજ શોભિતું દેખાય છે. એની શિંગે ગોળ બે ફુટ સુધી લાંબી હોય છે, અને તે દવાના કાભમાં આવે છે.
નવાં ઝાડ બીજથી થાય છે. ગીરમાં એનાં ઘણું ઝાડે છે
For Private and Personal Use Only