________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
" ( ૨૬૮ )
વિલાયતી આવળ. .CASSIA SUMATRANA. (N. 0. Cæsalpineæ.)
એ ઝાડ પણ આવળના કુટુંબનું છે. એ ઊંચાઈમાં આશરે વિશ ફુટ સુધી થાય છે. પણ એને ફેલાવ સારે થાય છે અને તે ભાવાળું દેખાય છે. એને પીળા લુમખા ફૂલના આવે છે, અને એની શીંગે ચપટી હોય છે.
કાઠીઆવાડમાં ગયા વીશ વર્ષમાં એનાં ઘણું ઝાડ થયાં છે નવાં ઝાડ બીજથી થાય છે, અને તે ચાર પાંચ વર્ષમાં મેટાં થાય છે, તે સાધારણ જાતની જમીનમાં થાય છે. નવાં ઝાડને બે ત્રણ વર્ષ સુધી આઠમે દિવસે પાણી દેવું જોઈએ, તે પછી પાણીની જરૂર નથી.
હાસણગાર. NYCTANTHES A. (N. 0. Jasmanece.) એ ઝાડને સંસ્કૃતમાં પારીજાતક કહે છે. શ્રી મહાભાગવતમાં જે પારીજાતકનાં કૂલની વાત છે તે એજ ફૂલ.
હારસણગારનું ઝાડ જોવામાં બેડોળ હોય છે, અને તે આશરે દશ બાર ફુટ ઊંચું થાય છે. એનાં ફૂલ સુવાસિક અને નાજુક હોય છે. તેને આકાર જાઈનાં ફૂલ જે હેય છે. એ ફૂલની પાંખડી જોળી હેય છે, અને દાંડલી રતાપર નારંગી રંગની હેય છે. ફૂલને બાર આગષ્ટથી નબર સુધી આવે છે. એક એક ઝાડને એની મોસમમાં દરરોજ હજાર ફૂલ આવે છે.
નવાં ઝાડ કલમથી અને બીજથી થાય છે, અને તે જલદી વધે છે. એ ઝાડ સાધારણ જાતની જમીનમાં થાય છે.
For Private and Personal Use Only