________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૬૨ )
હાર્સ ચેસનટ. HORSE CHESTNUT. (N. 0. Corylaceve.)
એનાં ઘણાં ઝાડે ચાલતી સાલમાં ગેંડળના બગીચામાં ઈગ્લેંડથી મંગાવી વાવવામાં આવ્યાં છે. તે ત્રણ ચાર ફુટ ઊંચાઈનાં થયાં છે, અને હજી સુધી સારાં ઉગતાં દેખાય છે. એ ઝાડો ઘણાં મોટાં વધે છે, અને ઘણું શોભાવાળાં હોય છે. તેને જ્યારે સુંદર ફૂલ આવે છે ત્યારે તે તે અતિ શોભાવળાં દેખાય છે. એનાં ફળ કડવાં હોય છે, અને તે ખવાતાં નથી.
હાર્સ ચેસનટનાં નવાં ઝાડ બીજથી થાય છે. આપણા દે. શમાં મારા સમજવા પ્રમાણે તે ગેંડળના બગીચામાં જ પ્રથમ દાખલ કરવામાં આવ્યાં છે. તેથી તે ઝાડ આ દેશમાં કેવાં થાય છે તે જોવાનું છે.
રાતાં અને પીળાં હાર્સ ચેસન RED AND YELLOW HORSE CHESTNUT. (N. 0. Corylacea.)
રાતાં અને પીળાં હર્સ ચેસનટનાં ઝાડ મોટાં થતાં નથી. અને એ ઝાડેને કૂલ વેહેલાં આવે છે. ચાલતી સાલમાં ગોંડળના બગીચામાં એ દરેક જાતનાં ડાં થોડાં ઝાડ ઈગ્લેંડથી મંગાવી વાવવામાં આવ્યાં છે. અહિંની હવામાં તે કેવો ટકાવ ધરે છે તે જોવાનું છે.
ભરેલી માડ. CARYOTA URENS. (N. 0. Palmce) ભરેલી માડ એ પામની જાત, માંહેલું એક અતિ સુંદર જાતનું ઝાડ છે. એનાં પાંદડાં માછલાંની પાંખ જેવાં તરેહવાર
For Private and Personal Use Only