________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૮ ). એને મહોર માર્ચ મહિનામાં આવે છે, અને ફાલ મે અને જુન માસમાં પાકે છે. એ ઝાડ ઉપર જ્યારે ફાલ હોય છે ત્યારે તે ઘણુજ શભિતું દેખાય છે. એનાં ફળ નાનાં સફરચંદ જેવાં ગુલાબી રંગનાં હોય છે.
નવાં ઝાડ બીજથી થાય છે. એ ઝાડ ઉંચી જાતની રાતી જમીનમાં સારાં થાય છે. એને પાણી આઠમે દિવસે જોઈએ.
1 પોપટી અથવા ટીપારી.
CAPE GOOSEBERRY. (N. 0. Solanacece.)
પિપટીનાં ઝાડ નાનાં આશરે ચાર ફુટ ઊંચાં થાય છે. તે વર્ષો વર્ષ નવાં કરવાં પડે છે. એનાં બીજ વદની સરૂવાતમાં વાવવાં, અને રેપા છ ઈંચ ઊંચા થાય ત્યારે તે જે તકતામાં કરવા હોય ત્યાં બે બે ફુટને છેટે રોપવા. એ કાળી જમીનમાં સારાં થાય છે. એ જમીનને ઉકરડાનું સડેલ ખાતર દેવું, અને એને આઠમે દિવસે પાણી દેવું જોઈએ. એનાં ફળ ઉપર કાગળ જેવું છણુ હોય છે. અને તેમાં ફળ હોય છે. એ પાકે ત્યારે તેનો રંગ પીળો થાય છે, અને તે સાવ ગોળ બખાઈ બેર જેવડાં થાય છે, અને તેનો સ્વાદ ખટ મીઠે હોય છે. એ આપણું લેકે પાકેલ ખાય છે. એનો મુરબે ઘણો જ સારો થાય છે. યુરોપિયન લોકોને એને મુરઓ ઘણો પસંદ હોય છે.
કાઠીઆવાડમાં એ પિપટી ઘણું સારી થાય છે. ગંડળના બાગમાં તે વર્ષો વર્ષ ઘણી ફરિમંદીથી કરવામાં આવતી. શિઆળામાં હીમથી એને બચાવ કરવો જોઈએ.
For Private and Personal Use Only