________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૮ ). નાખી તે બુરી લેવા, એટલે એમાંથી પણ એ વેલાને પોષણ મળી તેને ફળ મોટાં આવશે. તડબુચના બીજ કાર્તિક આખરમાં અગર માગસરની સરુવાતમાં વાવવાં, એટલે ઉનાળાની શરૂવાતથી એનાં ફળ ઉતરવા લાગશે.
તડબુચની ઘણું જાત છે. તેમાં બે મુખ્ય છે. એક જાતને ફળ કાળાસપર લીલા રંગનાં ગોળ આવે છે અને બીજી જાતના ફળ ધેળા રંગનાં અને લાંબાં હોય છે. બીજી જાતનાં ફળ વધારે વખણાય છે.
કેટલેક ઠેકાણે ચેર વિગેરેથી ફળનું રક્ષણ કરવા માટે એ ફળ નારિએળ જેવડાં નાહાનાં હોય છે, ત્યારે કુળમાં દાટી રાખે છે. કોઈ કોઈ જગે તડબુચનાં ફળ મેટા પતકાળા જેવડાં મોટાં થાય છે. ગોમાંતક, મારવાડ, મથુરા વિગેરે જગ્યે ઘણાં જ સારા તડબુચ થાય છે.
નદીમાં પૂર આવ્યાથી તડબુચના વેલા તણાઈ જવાની બીક હોય છે.
ખડબુચ અથવા શકરટેટી.
MELON. (N. 0. Cucurbitacece.)
એ વાવવા વિગેરેની રીત તડબુચ જેવી જ છે. એનાં ફળ ઉપર વેળા પડતા રંગની છાલ હોય છે, અને તે અખડબખડ હોય છે. એના આકાર જુદા જુદા હોય છે. કેટલાંક લાંબાં હોય છે, કેટલાંએક સાવ ગોળ હોય છે. એ કદે પણ નાનાં મોટાં થાય છે; હીમથી તથા ઝાકળવાળી હવાથી એ વેલાને નુકસાન થાય છે.
For Private and Personal Use Only