________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૭ )
તજ. CINNAMON. (N. 0. Lawraceæ.) તજનું ઉત્પત્તિ સ્થાન સિલોન બેટ છે. આપણા દેશના બગીચામાં એ ઝાડો કઈ કઈ જગ્યે જોવામાં આવે છે. મદ્રાસતરફ એનાં ઘણું ઝાડ છે. ગોંડળના બગીચામાં એનાં ઝાડ બીજી ફેરે દાખલ કર્યા હતાં પણ હાલ તે જીવતાં હશે એમ જણાતું નથી.
એ ઝાડ ૨૦ થી ૩૦ ફુટ સુધી ઊંચું થાય છે. એનું થડ વાં કુંચું કે અને ગાંઠવાળું હોય છે. તેના થડનો વ્યાસ બારથી અઢાર ઇંચ સુધી હેય છે. એની ડાળીઓ જાડી અને ફેલાવવાળી હેય છે. તે થડને આડેલી અગર નિચે નમતી હોય છે. સારાં જોરદાર ઝાડનાં પાન છ થી નવ ઇંચ સુધી લાંબાં અને બે ત્રણ ઇંચ સુધી પહેલાં હોય છે. એ પાન પ્રથમ ફુટે છે ત્યારે તે ચળકતાં રતાસવાળા રંગનાં હોય છે. તે પછી તેને રંગ બદલાઈને ફિક્કો પીળો થાય છે, અને તે પૂર્ણ અવસ્થામાં આવે છે ત્યારે તેને રંગ કાળાસ પર લીલે થાય છે. પાનની ઉપલી બાજુ લીશી અને ચળકતી હોય છે અને તે સામસામાં હોય છે. એ પાનની દાંડલીને તજ જેવી વાસ આવે છે. પણ પાકેલ પાંદડાં કચસ્યાથી તેની લવિંગ જેવી વાસ આવે છે.
તજનાં ઝાડની કિંગાળીઓની છાલ તેજ તજ, એ ઘણી સ્વાદિષ્ટ હોય છે. અને તે મશાલામાં અને દવામાં વપરાય છે. એનાં ઝાડનું લાકડું હળવું અને વેઢાવાળું હોય છે અને તેને વાસ હોતી નથી. એનાં મૂળ શાખાવાળાં કાષ્ટમય હોય છે. એ
For Private and Personal Use Only