________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫૮ ) તેનાં બીજ હોય છે. પુનામાં આશરે પચાવન વર્ષનું એક મહાગનીનું ઝાડ છે તેને પણ પહેલે ફેરે ડેડા બેઠા હતા એવું મી. વુડરે કહેતા હતા. પણ એ ઠોડા પાડયા પહેલાં ઉતારવામાં આવ્યા, તેથી એમાંનાં બી વાવવાના કામમાં નહોતાં.
અલ્પરેટીઆ નોબીલીસ. AMHERSTIA NOBILIS. (N. 0. Leguminosc.)
એ પ્રખ્યાત ઝાડ વિશે મી. ફરમીંજર લખે છે કે તે વનસ્પતિ કેટીમાં અતિ સુંદર છે. એના જેવું શોભાવાળું ઝાડ બીજું કેઈ નથી. એને ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં રાતાં અને પીળા રંગનાં ઝુમર જેવાં લટકતાં કુળ તેનાં સુંદર પાન વચ્ચે ઝાડ ઉપર આવેલાં હોય છે ત્યારે તે તે ખરેખર અજાએલ જેવું દેખાય છે. કૂળ નહીં હોય ત્યારે પણ તે ઘણું શોભિતું દેખાય છે. એને ભાલુડાં જેવા આકારનાં અતિ સુંદર પાન તેની દાંડલીથી છ છ અને સાત સાતનાં ભેટામાં લટકતાં હોય છે.
એ ઝાડે કલકત્તા તરફ હાલ ઘણું થયાં છે. બીજે કવચિતજ જેવામાં આવે છે. કાઠીઆવાડમાં એ ઝાડ બિલકુલ જેવામાં નથી. નવાં ઝાડ દાબની કલમથી થાય છે.
રાયચપ. MICHELIA CHAMPAKA, (N. 0. Magnoliaceae.)
રાયચંપાનું ઝાડ મોટું થાય છે. તેનાં પાન લાંબાં ફિક્કા લીલા રંગનાં હોય છે. એનું લાકડું કઠણ અને મજબૂત થાય છે.
For Private and Personal Use Only