________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫ ) સેતુરનાં પાન રેશમના જીવડાને ખાવાના કામમાં આવે છે. જ્યાં રેશમ થાય છે ત્યાં એ ઝાડની લાગવડ તેના પાન માટે કરે છે.
નવાં ઝાડ કલમના કટકા વાવાથી થાય છે. એ ઝાડ સાધારણ જમીનમાં થાય છે. એને પાણી આઠમે દશમે દિવસે મળે તે બસ છે.
એટ. SPONDIAS DULCIS. (N. 0. Spondiacece.)
ઓટનાં ઝાડ ગોવાના મુલકમાં અને કર્ણાટક પ્રાંતમાં ઘણાં થાય છે. બીજે ઠેકાણે જોવા આવેલાં નથી.
એ ઝાડ મોટું થાય છે. તેને શિઆળાની સરૂઆતમાં ફાલ બેસવા લાગે છે, અને તે ઉનાળામાં પાકે છે. એનાં ફળ ખાટાં હોય છે અને તેનો ઉપયોગ આંબલી તથા કોકમ જે કરવામાં આવે છે એનું સરબત સારું થાય છે. એ ફળ ખાટાં હોય છે તો પણ નરવાં ગણાય છે. એની કદી માંદા માણસને પણ આપે છે.
એ ઝાડ રાતી જમીનમાં સારાં થાય છે. નવાં ઝાડ બીજથી થાય છે. પ્રથમ રોપા કયારામાં કરી તે બાર મહિનાના થાય ત્યારે જ્યાં જાથે વાવવા હોય ત્યાં ખાડા બેદી એની દડબે કાઢી ફેરવવા. ઝાડ મોટું થતાં સુધી પાણી પાંચમે છેઠે દિવસે જોઇએ. મોટું થયા પછી દશમે દિવસે મળે તો બસ.
ખજુરી. DATE PALM. (N. 0. Palmæ.) ખજુરીનું ઝાડ પામનાં કુટુંબનું છે. એ ઝાડ ઊંચું વધે છે અને તે શોભાવાળું દેખાય છે. આપણા દેશમાં ખજુરીનાં પણ
For Private and Personal Use Only