________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૪ )
એનાં બીજ જુલાઈ તથા આગષ્ટમાં કયારામાં વાવવાં અને રેપા છ ઈંચ ઊંચા થાય ત્યારે તે બે બે ફુટને છે. જ્યાં એ રાપવા હોય ત્યાં ફેરવવા. એને સુંદર પીળા રંગનાં મોટાં ફૂલ આવે છે, અને તેમાં કાળાસર કિરમજી રંગની આંખ હોય છે. એનું બીજ ખવાતું નથી. એનાં ફૂલ ખર્યા પછી તેનું બાહ્યવેછણ જેને ક્યાલિકસ કહે છે તે વધીને મોટું થાય છે, અને તેજ કામમાં આવે છે. એને ઘણો સારો મુર થાય છે. એને રવાદ ખાટે હોય છે. એનો ફાલ શિઆળામાં પાકે છે.
રોજેલની બે જાતો છે. એક પેળી અને બીજી રાતી. એમાં રાતી જાતનાં ફળ અગર કૂલનું બાહ્ય વેઝણ જે ખાવાના કામમાં આવે છે, તે ઘળી જાત કરતાં વધારે ખાટાં હોય છે.
લટકા. PIERARDIA SAPIDA. (N. 0. Sapindacece.)
લટકાનાં ઝાડ બ્રહ્મ દેશમાં, આસામમાં અને બંગાળાના કેટલાક ભાગમાં ઘણાં થાય છે. પણ એ પશ્ચિમ હિંદુસ્થાનમાં જોવામાં આવતાં નથી.
એ ઝાડ આશરે દસ ફુટ સુધી ઉંચું થાય છે અને તેને લિચીના ફળ જેવા ફળના લુમખા આવે છે. સ્વાદે તે લાકાટનાં ફળ જેવાં હોય છે. નવાં ઝાડ બીજથી થાય છે.
/ સેતુર. INDIAN MULBERRY. (N. 0. Moracec.)
સેતુરની ત્રણ જાત છે. એકને ધોળાં, બીજીને કાળાં અને ત્રીજીને રાતાં ફળ આવે છે. એનાં ફળ લીંડી પીપર જેવાં હોય છે, તે ઉનાળામાં પાકે છે અને ખટમીઠાં હોય છે.
For Private and Personal Use Only