________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૭ ) ઝાડ જોર પકડતું નથી. બંગાળ તરફ પણ એ ઉછરતું નથી. પણ વાવ્ય પ્રાતમાં તે કેટલેક દરજે સારાં થાય છે, અને ત્યાં બદામનું ઝાડ એ તેના તરેહવાર પાન અને ફૂલને માટે બગીચાની શોભા જ ગણવામાં આવે છે.
મી. ફરમજર કહે છે કે, તેણે ફિરોજપુરમાં બદામનાં બે ત્રણ બીજ વાવ્યાં હતાં, અને તે વાવ્યા પછી બે ત્રણ વર્ષ એ બીથી ઉગેલ ઝાડોને ફાલ આવ્યા હતા.
એ બદામ તરાં સાથે વાવ્યાથી ઉગવાને ઘણીવાર લાગે છે. માટે એ બીજ ઉપરનું ફોતરૂં કાઢી નાખી તેની અંદરનું બીજ વાવવું એટલે રેપ જલદી ઉગે છે.
મલકાઈ જાંબ. MALAY APPLE. (N. 0. Myrtacere.) એ ખરેખર ઘણું જ શોભાવાળું ઝાડ છે. એનાં પાન લા લનાં પાનનાં આકારનાં, પણ તેથી મોટાં અને કાળાસપર લીલા રંગનાં હોય છે. એને ફળ ઉનાળામાં આવે છે, અને તે મેટાં કિરમજી રંગનાં હોય છે, અને તે અતિ સુંદર દેખાય છે. એનાં ફળ ચોમાસાની આખરમાં અગર શિઆળાની સરૂઆતમાં પાકે છે. એ લિંબુ જેવડાં સાવ ચળકતાં ધોળા રંગનાં હોય છે, અને તે ઉપર કરમજી રંગની ઝાંખ હોય છે. એ ફળ ખવાય છે. પણું તે સ્વાદિષ્ટ હતાં નથી.
એ ઝાડનું ઉત્પત્તિસ્થાન મલાકા બેટ છે. ગોંડળના બાગમાં એનું એક ઝાડ આઠ વર્ષનું છે, પણ તેને હજી સુધી કુળ આવતાં નથી.
For Private and Personal Use Only