________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૭ ) ફાલ ઘણું કરીને બારે માસ આવે છે પણ તેમાં ઉનાળાને ફાલ મોટો હોય છે.
હરપર રેવડીનાં નવાં ઝાડ બીજથી થાય છે. નવાં ઝાડ મોટાં થતાં સુધી તેને ચોથે દિવસે પાણી દેવું. મેટાં થયાં પછી આઠમે દિવસે મળે તો બસ. નવાં ઝાડને પાંચમે વર્ષે ફાલ બેસે છે. એ ઝાડ કાળી જમીનમાં સારાં થાય છે. બીજે ત્રીજે વર્ષે મૂળ ઉઘાડી ઉકરડાનું ખાતર દીધાથી ફાલ સારો આવશે.
રાવણ. SYZIGIUM JAMBOLANUM. (N. 0. Myrtucew.)
રાવણનું ઝાડ મોટું થાય છે અને તેને વિસ્તાર પણ સારો હોય છે. એ ઝાડ શોભાવાળું દેખાય છે. એનાં પાન બોરસળીનાં પાનનાં આકારમાં પણ તેથી મોટાં હોય છે.
એ ઝાડ જંગલમાં ઘણાં ઉગે છે. પણ તેનાં ફળ સારાં હોતાં નથી. બગીચામાં વાવેલ ઝાડનાં ફળ મોટાં અને સારા આવે છે. એ ઝાડનાં ફળને પણ રાવણ જ કહે છે. એનાં પાકેલ મેટાં ફળ ઘણાં સુંદર દેખાય છે. કાઠીઆવાડમાં એનાં ઘણું મોટાં ફળ જોવામાં આવ્યાં નથી. પણ પુનામાં એનાં ઘણું મોટા ફળ બજારમાં વેંચવા આવે છે. એ ફળ કાચાં હેય છે ત્યારે તેનો રંગ લીલો હોય છે, પણ પાકેથી તે જંબુડે થાય છે. તે ખવાય છે. રાવણું ઘણું ઔષધી છે. મધુમેય જેને ઇગ્રેજીમાં ડાયાબેટીજ કહે છે તે ઉપર રાવણનાં ફળ અતિ ફાયદાકારક છે. એનાં ફળ મળતાં નથી ત્યારે એનાં બીજ ખાંડી તેની ભુકી એ દરદ ઉપર આપે છે. હાલમાં એ રાવણનાં ફળની રસાયણ ક્રિયાથી એ દરદ ઉપરની દવા બનાવવામાં આવે છે.
28
For Private and Personal Use Only