________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૫ ). એ ઝાડ રાતી જમીનમાં સારાં થાય છે. ચોમાસાની સરૂવાતે એ ઝાડ ખાચી કરવાં એટલે એને વળતી મોસમમાં ફાલ ઘણે આવે છે.
વિલાયતી ફણસ. ATROCARPUS INCISUS. (N. 0. Atrocarpacec.)
વિલાયતી ફણસ જેને અંગ્રેજીમાં “બ્રેડ ફુટ ટ્રી” કહે છે, તે ઝાડનાં પાન મોટાં અને કિનારીએ વિભાગેલ હોય છે. એ ઝાડ ઘણુંજ શોભિતું છે, અને તે સમુદ્ર કિનારા નજીકમાં સારાં થાય છે. કોકણમાં એનાં ઘણું ઝાડ જોવામાં આવે છે.
ગંડળના બગીચામાં એ હાલ ત્રીજે ફેરે દાખલ કરવામાં આવ્યાં છે. હાલના ફેરાનાં ઝાડ સારાં જોરમાં ઉગતાં દેખાય છે. એ ઝાડ સપ્ત તડકે ખમી શકતાં નથી. માટે એવા તડકાથી એનો બચાવ કરવો જોઈએ.
એનાં ફળ સેકીને રોટલી જેવાં ખવાય છે તે ઉપરથી એનું નામ બ્રેડ ક્રટ શ્રી એટલે રોટલીનું ઝાડ એવું પડ્યું છે.
નવાં ઝાડ બીજ વાવ્યાથી અગર દાબની કલમથી થાય છે. એને રાતોડ જમીન માફક આવે છે. પાણી ત્રીજે ચોથે દિવસો દેવું જોઇએ.
ગુલાબ જાંબ. ROSE APPLE. (N. 0. Myrtacece.) એ ઝાડ સાધરણ કદનું થાય છે. એનાં પાન કણેરનાં પાન જેવાં લાંબાં હોય છે. નવાં ઝાડ બીજથી થાય છે. ફેબ્રુઆરી
For Private and Personal Use Only