________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ) હોય છે. એ ફળ સુકવીને રાખે છે. તેને કકડીઓ કહે છે, અને તે ખવાય છે. તે ચાર મહિના સુધી બગડ્યા શિવાય રહે . છે. એ ફળની અંદરના બીજનું તેલ કાઢે છે, તેને કળીઅલ તેલ કહે છે. એ તેલ સ્વાદે મીઠું હોય છે, અને કોઈ લોક ધીને બદલે એ વાપરે છે. એ તેલ બાળવામાં પણ વપરાય છે. એનો ખેળ કડવો હોય છે. તેથી ઢોર તે ખાતાં નથી. તે ખાતરમાં વપરાય છે. રાયણના અધપાક ફળમાં દૂધ ઘણું હોય છે, માટે તે સાવ પાયા શિવાય ખાવાં નહીં.
રાયણનું લાકડું ઘણુંજ કઠણ હોય છે. ગુજરાતના ધણા ભાગમાં જ્યાં પત્થર મળતા નથી, ત્યાંના લોક એ રાયણના લાકડા ઉપર કપડાં ધેય છે, તેથી એ લાકડાને ગુજરાતનો પથર કહે છે. બારણુના ઉમરા જ્યાં ઘણે ઘસારે લાગે છે, તે ગુ. જરાતમાં કેટલાક લોક રાયણના લાકડાના કરે છે.
રાયણનાં ઝાડ ગુજરાતમાં ઘણું છે. કાઠીઆવાડમાં ગીરમાં તથા બરડામાં એનાં ઝાડ ઘણું છે. બીજી કોઈ કોઈ જગ્ય પણ એનાં ઝાડ કાઠીઆવાડમાં છે. ગોંડળ રીબડા સડક ઉપર એનાં કેટલાંએક ઝાડ પત્થરવાળી જમીનમાં વાવવામાં આવ્યાં છે. તે નજીક અઢાર વર્ષનાં થયાં છે પણ ઉંચાઈમાં ફક્ત દશ ફુટની અંદરજ છે.
એ ઝાડ સાધારણ જાતની જમીનમાં થાય છે, પણ રેતાળ જમીનમાં તે વધારે સારાં થાય છે. નવાં ઝાડ બીજથી થાય છે. ઝાડ સાત આઠ વર્ષનું થતાં સુધી આઠમે દિવસે પાણું દેવું, પછી પાણીની જરૂર નથી,
For Private and Personal Use Only