________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૪ )
સીતાફળનો ફાલ સપ્ટેબર તથા અકબરમાં પાકે છે. રહી. તાફળનાં ઝાડ બગીચા માંહેલી ગમે તે સાધારણ જાતની જમીનમાં થાય છે. કોઈ પણ જાનવરનાં માંસનું ખાતર એ ઝાડને ફૂલ આવ્યા પહેલાં આપ્યાથી ફાયદો થાય છે. તેમજ નારિઓળી ખજુરી વિગેરેનો રસ જેને તાડી કહે છે તેનું ખાતર એને દીધાથી પણ ફળ મોટાં આવે છે એમ કહે છે.
સીતાફળનાં પાંદડાં બકરાં ખાય તો તે મરી જાય છે એમાં કહે છે.
રામફળ. BULLCOK'S HEART. (N. 0. Anonacece.)
રામફળીનાં ફળનો આકાર બળદના કલેજાને મળતો હોવાથી ઈગ્રેજીમાં તેને “બુલકસ હાર્ટ' કહે છે, રામફળીનું ઝાડ ઊંચાઈમાં અને ફેલાવમાં સીતાફળીના કરતાં વધારે હોય છે, અને એ ઝાડ જ્યારે તેના ઉપર પાન હોય છે ત્યારે શોભાવાળું દેખાય છે.
રામફળીનાં નવાં ઝાડ બીજથી થાય છે. બીજ કયારામાં વાવી રોપા જ્યારે બાર મહિનાના થાય ત્યારે તે જ્યાં ચલું રોપવા હોય ત્યાં પંદર પંદર ફુટને છેટે ખાડા ખોદી એ રેપાની દડબ કાઢી ફેરવવા. ઝાડ મોટાં થતાં સુધી એને આઠમે દિવસે પાણી દેવું. ઝાડ મેટાં થયાં પછી ફક્ત જ્યારે એને ફાલ હોય તેટલી વખતમાં આઠમે દિવસે પાણી દેવું. ફાલ આવી ગયા પછી પાણું બંધ કરવું, તે વળતે વર્ષે તેને ફૂલ બેસવા લાગે એ. ટલે પાછું સરૂ કરવું.
એ ઝાડ તાસવાળી જમીનમાં સારાં થાય છે. ઝાડ લગાડ્યા પછી પાંચમે વર્ષે તેને ફાલ આવો સરૂ થાય છે. એનાં
For Private and Personal Use Only