________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૦ ) આંબળાંનાં ઝાડ માટે સારી જાતની જમીન જોઈએ. નવાં ઝાડ બીજથી થાય છે. ઝાડ મોટાં થતાં સુધી છ દિવસે પાણી દેવું જોઈએ. મેટું થયા પછી ફક્ત જ્યારે ફાલ આવે ત્યારે જ દેવું. એના રેપા પ્રથમ નરસરીમાં કરી તે બાર મહિનાના થાય એટલે જ્યાં જાથે જોઈતા હોય ત્યાં ફેરવવા.
જંગલમાં આંબળાંના ઘણું ઝાડ ઉગે છે. પણ તેને ફળ ઝીણાં આવે છે. બરડામાં અને ગીરમાં આંબળાનાં ઘણું ઝાડ છે.
આંબળાના ઝાડને છાયો આપણુમાં નર ગણે છે. હિંદુલોકે કાર્તિક સુદ ૧૪ ને જ એ ઝાડ નિચે જમવામાં શય છે, એવું માને છે,
રાયણ. MIMUSOPS KANKI. (N. 0. Sapotaceve.) રાયણનું ઝાડ બોરસળીને કુટુંબનું છે. એ ઝાડ ઘણું જ ધીમું ઉગવાવાળું છે. એ પચીસ છવીસ વર્ષનું થાય ત્યારે તેને ફળ આવવાં શરૂ થાય છે, અને આશરે પચાસ વર્ષે એ પુખ્ત ઉમરે આવે છે.
એ ઝાડનાં પાન બોરસળીનાં પાનને મળતાં હોય છે, પણ તેના કરતાં એ વધારે જાડાં હોય છે અને એ પાનને રંગ વધારે કાળાશપર લીલે હોય છે. રાયણનાં ફળ ઉનાળામાં પાકે છે. એ ફળને પણ રાયણ કહે છે. એ બેરસળીનાં ફળ જેવાંજ લાંબા હોય છે, પણ તેથી નાનાં હોય છે, અને રંગે પીળા હોય છે. એ ફળ મીઠાં હોય છે, અને ખવાય છે. એની અંદર બીજ
For Private and Personal Use Only