________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦
)
કવીર બેટમાં સાયનીઆ કરીને એક ગામ છે, ત્યાં એની ઘણું પેદાશ થાય છે, તે ઉપરથી એને કઈ વખતે સાયનીઆ પણ કહે છે.
બીહીનું ફળ ગોળ અને સફરચંદના કદનું હોય છે. કબુલી લોકો અફગાનિસ્તાનમાંથી આપણું દેશમાં બીહીનાં ફળ આગળ ઘણું વેંચવા માટે લાવતા પણ હાલમાં એ લોકે બીજે મેવો લાવે છે, તેમાં બીહીનાં ફળ જોવામાં આવતાં નથી. એ ફળને મધુર વાસ હોય છે અને સ્વાદે તે મીઠાસ પર હોય છે. પુરેપિયન લોકો એ બાફીને ખાય છે અને એને “ટાર્ટ ” પણ બનાવે છે. આપણું લોક વગર બાફેજ ખાય છે.
એનાં નવાં ઝાડ કલમના કટકા વાવ્યાથી થાય છે. એ ઝોડને જમીન અને મસાગત સફરચંદ જેવી જ જોઈએ.
અમરૂદ અથવા નાશપાટી. PYRUS COMMUNIS the Pear (N. 0. Pomacec.)
એ ઝાડ પણ સફરચંદના કુટુંબનું છે. હિંદુસ્થાનમાં એ ઝાડ કેટલીએક જગ્યે સારાં થાય છે, પણ તેને ફળ પૂર્ણતામાં ડી જમે જ આવે છે.
એનાં ફળ ઝાડ ઉપર પાકતાં નથી, એ ફળ પાક ઊપર આવવા લાગે એટલે ઉતારીને થોડા દિવસ સુધી ઠંડી જગ્યામાં રાવાં પડે છે અને ત્યારે તે ખાવા લાયક થાય છે.
બગલોરમાં એનાં ઝાડને ફળ ઘણું સારાં આવે છે. ભુતાન તો એના વતન જેવું જ છે.
વાં ઝાડ દાબનો કલમથી થાય છે.
For Private and Personal Use Only