________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
દાડમી. POMEGRANATE. (N. 0. Emyrtaceae.) દાડમ મસ્કત, અરબસ્થાન, ઈરાન અને અફગાનીસ્થાનમાં ઘણુંજ સારાં થાય છે, અને ત્યાંનાં દાડમ પાયા પછી ચાર પાંચ મહિના સુધી બગડ્યા સિવાય ટકે છે. ત્યાંથી આપણું દેશમાં ઘણું દાડમ વેંચવા આવે છે. હિંદુસ્થાનમાં પણ કેટલી એક જગે દાડમ સારાં થાય છે. આ તરફ ધોળકાનાં અને ભાવનગરનાં દાડમ વખણાય છે. તેમાં બીજ ઘણજ ઝીણાં હોય છે, અને તે મીઠાં હોય છે. પુનામાં ઘણું દાડમ થાય છે. પણ તેનાં બીજ મોટાં હોય છે.
દાડમમાં બે જાતો છે. એક જાતનાં ફળ માંહેલા દાણા રાતા હોય છે, અને બીજાના ધળા હોય છે. કેટલાંએક દાડમ ખાટાં હોય છે, અને બીજાં મીઠાં હોય છે. ખાટા દાડમનું સરબત ઘણું સારું થાય છે. અને તે ઔષધી છે. દાડમની છાલ અને મૂળ હાદાણા ઉપર અને જીવડા ઉપર દવા તરીકે કામ આવે છે. એનાં ફૂલ રાતા રંગનાં શોભાવાળાં હોય છે, પણ તેમાં ખુશબો હોતી નથી. ગુલહજારો એ દાડમનું નરજાતનું ઝાડ છે, તેને ફળ આવતાં નથી.
દાડમીનાં નવાં ઝાડ બીજથી અને દાબની કલમથી થાય છે. દાબની કલમનાં ઝાડને ફલ જલદી આવે છે. બીથી કરેલ ઝાડને મોડો આવે છે. એ ઝાડ રાતોડ અને રેતાળ જમીનમાં સારા થાય છે. નવાં ઝાડને થે વર્ષે ફળ આવવાં સરૂ થાય છે. એને વર્ષમાં બે ફાલ આવે છે. એક ચોમાસાની આખરમાં અને બાજે શિઆળાની આખરમાં અગર ઉન્હાળાની શરૂઆતમાં. તેમાં ઉન્ડાળાનો ફાલ હલકો હોય છે. દાડમીનાં નવાં
For Private and Personal Use Only