________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) જામફળની ઘણી જાતો છે, તેમાં મુખ્ય રાતાં, ધોળાં, જાંબુ અને ઘણું ફળવાળાં એ મુખ્ય છે. એમાં જાંબુ રંગવાળાં જામફળ ઉત્તમ હોય છે. ઉપર લખેલ રંગ ફળની અંદરના મગજમાં હોય છે. જે જામફળમાં ઝીણાં અને ઘણું જ થોડાં બીજ હોય છે અને જે ફળની અંદરનો મગજ નરમ માખણ જેવો હોય છે તે ફળ સારાં સમજવાં. જામફળ માંહેલાં બીજ સુધારવા માટે એટલે તે ઝીણાં અને થોડાં કરવા માટે નિચે લખેલ રીત ગાંડાળના બગીચામાં ફોમંદીથી અજમાવી જોઈ છે.
જે જામફળીનાં ઝાડનાં બીજ સુધારવાનાં હોય, તેના થડમાં જમીન ઉપર આશરે દોઢ ફુટ ઉપર એક મોટો છરો ગર્ભમાં ભરાવી આશરે બાર ઇંચ લંબાઈનો સસરો ચીરે કરો અને એ ચીરા માંહેલો તમામ ગર કોતરવાના ચાકુથી કાતરી કાઢી એ ચીરાની અંદરની બાજુ પિલી કરવી. બાદ એમાં લારાવેલ છે? કાઢી લઈ તે ઉપર ચિકણી માટીનો પિંડ જેમ ગુટી ઉપર બાંધે છે તેમ બાંધવો અને તે ઉપર ઘાસ લપેટી દોરીના બંધ લેવા એટલે આશરે છ માસમાં એ ચીરા માંહેલો પિલો ભાગ પાછો ભરાઈ આવશે અને એ ચીરાની જો રૂઝી જઈ થડ પાછું હતુ તેવું થશે. એ થડ ઉપરના વિસ્તારને જે ફળ આવશે તેમાં બીજ પ્રથમ કરતાં ઓછાં અને ઝીણાં આવશે.
જામફળ જુદા જુદા આકારનાં હોય છે, કેટલાંક ગોળ હોય છે, કેટલાંએક લાંબાં હોય છે, કેટલાંએક મોટાં હોય છે, બીજાં નાહાનાં હોય છે. કેટલાં એકનો રંગ પાક્યા પછી પણ લીલો હોય છે, કેટલાંકને ધેળાસર હોય છે અને કેટલાંકનો પીળો હોય છે. કેટલાંએકમાં બીજ ધણાં થોડાં હોય છે, બીનમાં વધુ હોય છે. કેટલાં એકની
For Private and Personal Use Only