________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ )
આશફળ.
NEPHELIUM LONGANUM. (N. 0. Sapindacece.)
એ ઝાડ સાધારણ કદનું થાય છે. એ લિચીના કુટુંબનું અને હિંદુસ્થાનનું વતની છે.
આશફળનાં ઝાડને ફળ જુન માસમાં આવે છે. તે સેપારી જેવડાં હોય છે અને તેનાં અંગુરની માફક લુમખા હેય છે. એ ફળની અંદરનો ગર લિચીના ગર જેવો જ હોય છે, તે મીઠે હેય છે. પણ સ્વાદમાં લિચીન ગરથી ઉતરતો હોય છે.
એનાં નવાં ઝાડ બીજથી અગર ગુટીથી થાય છે. એનાં બીજ પાયા પછી તુરત વાવવા જોઈએ, કારણ મેડાં વાવ્યાથી તે ઉગતાં નથી. એ ઝાડ રેતાળ જમીનમાં સારાં થાય છે. એને પાણું ત્રીજે અગર ચેાથે દિવસે જોઈએ.
ચારેલો. CHAROLI. (N, O. Anacardiacea.) ચારોલીનાં ઝાડ મવડાનાં ઝાડ જેવાં હોય છે, પણ એન પાન મડાના પાનથી જરા લાંબાં હોય છે. એને તુવર જેવડાં ફળ આવે છે, તેને ચારોલી કહે છે. તે ખવાય છે અને મીઠાઈમાં નખાય છે.
ચારોલીનાં ઝાડ દક્ષિણમાં ઘણે ઠેકાણે થાય છે, ગુજરાતમાં પણ તે થાય છે, પણ કાઠીઆવાડમાં જોવામાં આવતાં નથી. થોડા વર્ષ પહેલાં એના રેપ બીજથી ગંડળના બાગમાં કર્યા હતા પણ તેને તીડ ખાઈ ગયાથી તમામ મરી ગયા.
For Private and Personal Use Only