________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૩ ). તાડનાં ઝાડનો ઉપયોગ અસંખ્ય રીતે થાય છે એવું કહેવાય છે. હિંદુસ્થાનના દક્ષિણ ભાગમાં જ્યાં તામિલ ભાષા બેલાય છે, તે દેશ એ તાડનાં ઝાડનું અસલ ઉત્પત્તિસ્થાન છે. એ ભાષામાં તાલવિલાસ કરીને એક ગ્રંથ છે તેમાં તાડનું ઝાડ - નુષ્યના કામમાં જુદા જુદા આઠ પ્રકારથી આવે છે એવું લખ્યું છે. પણ એ ગ્રંથમાં લખેલ ઉપગ કરતાં પણ એ બીજા વધારે કામમાં વપરાય છે એવું કહે છે.
તામિલ દેશમાં તમામ ધર્મ પુસ્તક તથા વેદના થે તાડપત્ર ઉપર એટલે તાડનાં પાન ઉપર લખવાનો રિવાજ અસલનાં વખતથી જ ચાલ્યો આવે છે. તે દેશના વિદ્વાન બ્રાહ્મણે આ તરફ કોઈ કોઈ વખતે આવે છે તેમની પાસેનાં પુસ્તક તાડ પત્ર ઉપરજ લખેલાં હોય છે. ડચ લોકોને એ દેશમાં અમલ હતો ત્યારે તેઓ તમામ સરકારી લખાણોમાં અને લેખોમાં તાડપત્રજ વાપરતા હતા.
તાડનાં ફળને તાડગેળા કહે છે. એ જ્યારે નાહાના હેાય છે ત્યારે તરધારા હેય છે પણ પાકવા આવે ત્યારે સાવ ગોળ થાય છે. તાડગેળા ઉપર રેતરૂં નારિઓળી માફક હોય છે. તે કાઢયા પછી તેની અંદર બે ત્રણ ગોટા નિકળે છે, તે ખાવાના કામમાં આવે છે; એ ગોટા કુમળા હોય છે ત્યારે ઘણું સ્વાદિષ્ટ હોય છે. કુમળા નાળીયેરમાં જેમ પાણી હોય છે તેમ એ તાડગોળા કમળા હેય છે ત્યારે તેમાં પણ પાણી હેય. એ પાણી મધુર હોય છે અને પીવાય છે. જેમ નારિએળી જુની થાય છે અને સુકાય છે ત્યારે તેમાંનું પાણી પણ સૂકાય છે તેમ તાડગોળા જુના થઈ સુકાય છે, ત્યારે તેમાનું પાણી પણ સુકાય છે અને તેને
20
For Private and Personal Use Only