________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૫ ) સાચાં મ્યાંગોટીનનાં ફળ અતિ ઉમદા હોય છે. દુનીઓમાંનાં ફળોમાં એ એક અતિ લહેજતવાળું અને સ્વાદિષ્ટ ફળ છે. એનાં ઝાડ ઉપર પાકેલ ફળ અતિ સ્વાદિષ્ટ હોય છે. એ ફળ મધ્યમ જાતનાં સફરચંદનાં ફળ જેવડાં હોય છે. એનાં ઉપરન છાલ જાડી અને લીસી હોય છે. તેની અંદર ધોળા રંગને નરમ અતિ લહેજતવાળે સ્વાદિષ્ટ મગજ હોય છે. એનાં ઝાડ બીજથી થાય છે.
જંગલી માંગસ્ટીન.
GARCINIA COWA. (N. 0. Guttifero.) એ પણ એક કેકમની જાતનું ઝાડ છે. મુંબઈમાં રાણીના બાગમાં એનું એક ઝાડ આશરે પંદર ફુટ ઉંચું છે. મદ્રાસ તરફ અને સીંગાપોરમાં એ ઝાડ ઘણાં થાય છે. ગોંડળના બાગમાં પાંચ છ વર્ષ પહેલાં એનું એક ઝાડ હતું પણ તે મરી ગયું. સને ૧૮૮૭ ની સરૂઆતમાં એના ચાર રોપા બીજી કેરે ગોંડળના બાગમાં દાખલ કર્યા છે. એમાંથી બે જમીનમાં વાવ્યા છે અને બે કુડામાંજ રાખ્યા છે. એ સર્વ રોપા હજી સુધી સારા તનદુરસ્તીમાં છે.
એ ઝાડ ઘણું શોભાયમાન હોય છે. એનાં પાન આશરે નવ દશ ઇંચ લાંબાં અને આશરે અઢ઼ી ઇંચ પહોળાં હોય છે. અને તે જાડાં કાળાશપર લીલા રંગનાં હોય છે. એનાં ફળ નાનાં નારંગી જેવડાં હોય છે. અને તેની કાતળી હરપર રેવડીનાં ફળ જેવી જુદી જુદી ઉપડતી હોય છે. એ ફળનો રંગ પીળે હોય છે અને સ્વાદે તે ખાટાં હોય છે. એને મુરઓ ઘણો સારે થાય છે.
For Private and Personal Use Only