________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૨ ) ઝાડની આંખ ચઢાવવી. ૫૫નસનાં ઝાડને ફૂલ આવવા લાગે ત્યારથી તે ફલ ઉતારી લેવામાં આવે ત્યાં સુધી એથે પાંચમે દિવસે પાણી દેવું. બાકી દશ બાર દિવસે મળે તો બસ છે.
* બિજોરાં. CITRUS MEDICA. (N. 0. Auranliacce.) બિજોરાં બે જાતનાં છે, એકનાં ફળ લાંબાં હોય છે અને બીજાનાં માણસના પંજાની આંગળી વાળેલ હોય છે તેવા આકારનાં થાય છે.
પહેલી જાતનું ફળ ઘણું લાંબું અને ઘણજ અખડખડ થાય છે. તે પાકે એટલે તેને રંગ પીળો થાય છે. એ જાતનું મોટામાં મોટું ફળ એક ફુટ લંબાઈમાં થાય છે. તેને મુર તથા અથાણું થાય છે. બીજી પણ દવામાં તે વપરાય છે અને તે ઉપરથી જ એનું નામ “સીટ્રસ મેડીકા” પડયું છે. એની છાલ ઘણે સારે વાસ આવે છે. કરમ ઉપર એની છાલને ઉકાળો કરીને આપે છે. એનાં બીજ તથા મૂળ પણ દવાના કામમાં આવે છે. બીજી જાતનાં બીજોરાની છાલને ઘણો જ સારે વાસ આવે છે. ચિના લોકો એ છાલ કાઢી થાળીમાં તેમના ઓરડામાં એની ખુશબઈ માટે મૂકે છે.
પહેલી જાતનાં બિરનું ફળ જ્યારે પ્રદર્શન વિગેરે માટે મોટું કરવું હોય ત્યારે એની જમીન નજીકની ડાળીઓ ઉપર જે જોરદાર ફળ હોય તે એક મેટા ઘડામાં મૂકી તે ઘડો જમીનમાં દાટ એટલે એ ફળ ઘણુંજ મોટું થાય છે. એ મુજબ ગોંડળના બગીચામાં અજમાવી જોયું છે અને એવી રીતે કરેલ ફળને એક બે પ્રદર્શનમાં પહેલાં ઇનામ મેળવેલ છે.
For Private and Personal Use Only