________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવું. બાકીના વખતમાં બારમે દિવસે પાણી મળે તે બસ છે. એને ફૂલ આવ્યા પહેલાં એનાં મૂળ ઉઘાડી સડેલ છાણનું ખાતર દેવું.
મીઠાં લિંબુનાં ઝાડ કઠણ જાતનાં છે. અને તે ઘણું કરીને સર્વ જ થાય છે. પણ મીવુડરે લખે છે કે તે દરિઆથી ત્રણ હજાર ફુટની ઉંચાઇ ઉપર સારાં થાય છે.
- ચીનાઈ નારંગી. CITRUS JAPONICA. (N. 0. Aurantiacow.)
એનાં ઝાડ નારંગી જેવાં જ હોય છે અને એનાં ફળ મેસંબી જેવાં પણ તેથી જરાક નાહાનાં હેય છે અને એ પાકે ત્યારે એની છાલને રંગ પીળાશપર હોય છે અને એની અંદરને મગજ માટે હોય છે. એ ઝાડને ઘણું ફળ આવે છે અને ઝાડ ઉપર ફળ આવેલાં હોય છે ત્યારે તે ઘણું જ સુંદર દેખાય છે. ચીના લોકો એનો મુરબે કરે છે. ગંડળના બાગમાં એનાં કેટલાંએક ઝાડ છે અને તેને ફાલ પણ ઘણે આવે છે, પણ તેને કોઈ ઉપયોગ કરતું નથી.
એ ઝાડ સાધારણ જાતની જમીનમાં થાય છે. એનાં પાન કમલા નારંગીનાં પાન જેવડાં હોય છે. એને મસાગત વિગેરે નારંગીના ઝાડ જેવી જ જોઈએ.
રૂખડ. ADANSONIA DIGITATA. (N. 0. Sterculiacca.)
રૂખડવાનું ઝાડ પૃથ્વી ઉપરના મોટામાં મોટી જાતનાં ઝાડ માંહેલું એક છે. ખ્યાન હમબેટ કહે છે કે રખડવાનું ઝાડ એ
For Private and Personal Use Only