________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org ( ૧૮૪ )
પાતી અને ગેરા, એ જાતે મુખ્ય છે. એમાંથી કોઇનાં ફળ સાવ ગોળ હોય છે, કેઈનાં જરા લાંબાં હોય છે, કોઈની છાલ પાતળી હોય છે અને કોઈની જાડી હોય છે. એ લિંબુનું અથાણું ઘણું સારું થાય છે. આપણું લોક તો ઘણું કરીને એ ફળ અથાણુમાં જ વાપરે છે. એને રસ આપણું વૈદ્ય તેમજ યુરોપિયન ડાકટરે દવામાં વાપરે છે. એને રસ બાટલીમાં ભરી પરદેશ મોકલવામાં આવે છે. તેનું સરબત ઘણું સારું છે. રંગમાં પણ એ રસ વપરાય છે.
એને બાર મહિનામાં બે ફાલ આવે છે. એક કાલ જુન તથા જુલાઈમાં તૈયાર થાય છે અને બીજો શિયાળાની શરૂઆતમાં તૈયાર થાય છે. શિયાળાનો ફાલ લીધા પછી એ ઝાડને પાણી દેવું બંધ કરવું.
શિયાળાની આખરમાં તેનાં મૂળ ઉઘાડી સુંડલ કુંડલ સડેલ છાણનું ખાતર દેવું, અને પાછું પાણી દેવા સરૂ કરવું. દર બીજે વર્ષે તેનાં મૂળ અચ્છીતરે ઉઘાડાં કરી તેમાંથી જે નબળા તથા ઘણું મૂળ હોય તે સારી નાખવાં, તેમ એ ઝાડને ડાળીઓ ઘણું હોય તો તે પારવવી; નબળી ડાળીઓ તો તમામ કાપી નાખવી. એ પ્રમાણે મૂળ તથા ડાળીઓ સેરવાથી ફાલ ઘણે અને સારે આવે છે. એને ખાતર દીધા પછી પાણી ચોથે દિવસે દેવું જોઈએ. લિંબુનાં ઝાડ ઘણું પેદાસી છે અને તેનું વાવેતર કરવું ઘણું સહેલું છે. એ જાતનાં લિંબુનાં એક સારાં ઝાડને બાર મહિનામાં આશરે બારસોથી પંદરસો સુધી લિંબુ આવે છે. લિંબુનું વાવેતર કર્યું હોય તે દરેક ઝાડની દર વર્ષ સરાસરી પદાસ એક રૂપિયે લેખાય છે.
For Private and Personal Use Only