________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ ). લિંબુનાં ઝાડ બીથી થાય છે પણ તેને ફાલ આવતાં ઘણું. વાર લાગે છે. દાબની કલમોથી અગર ગુટીથી નવાં કરેલ ઝાડ ઘણી ટુંક મુદતમાં થાય છે અને એવી રીતે કરેલ ઝાડને બીજે વર્ષે ફાલ આવવા લાગે છે. બીજથી કરેલ ઝાડને ફાલ આવવા આઠ દશ વર્ષ જોઈએ. કહેવામાં તો એવાં બીથી કરેલ ખાટા લિંબુના રોપાને ફાલ બારમે વર્ષે આવે છે, એમ છે.
લિંબુનાં ઝાડ કાળી અગર ઊંચી જાતની રાતી જમીનમાં ઘણાં સારાં થાય છે.
- મીઠી લિઈ. CITRUS LIMETTA. (N. 0. Aurantiacew.)
એનાં ફળ ખાટા લિંબુનાં ફળ કરતાં મેટાં અને નારંગી કરતાં નાહાનાં થાય છે. એને ઉપરની છાલ લીસી અને ફિક્કા લીલા રંગની હોય છે. ગળપણ શિવાય એમાં બીજી લહેજત હોતી નથી. પણ જ્યારે નારંગીમાં ફાલ હોતું નથી ત્યારે એનાં ફળ હોય છે તેથી તે ઘણું કામમાં આવે છે. એ ફળ ઘણું નરવાં ગણાય છે, તેથી તાવવાળા માણસને પણ તે ખાવાને આપે છે. એને ફાલ આગઈ અને સપ્ટેમ્બરમાં પાકે છે. એનાં ઝાડ બીથી, કલમના કટકા વાવ્યાથી અને દાબની કલમથી થાય છે. છેલ્લી રીતે ઝાડ કયાંથી તેને ફાલ જલદી આવે છે. એ રોપા ઉપર નારંગીની આંખ ચઢાવ્યાથી નારંગીનાં ઝાડ સારાં થાય છે.
એને ફળ બેસવા લાગે ત્યારથી તે તેનો ફાલ ઉતારી લેવામાં આવે ત્યાં સુધી રે દિવસે વર્ષદ નહાય ત્યારે એને પાણી
2 |
For Private and Personal Use Only